RSSના વડા મોહન ભાગવત કોરોનાથી સંક્રમિત, ખાનગી હોસ્પિટલમાં દાખલ…

રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના વડા મોહન ભાગવત પણ કોરોનાથી સંક્રમિત થયા છે. આરએસએસના સત્તાવાર ટવીટર દ્વારા મોહન ભાગવત કોરોના સંક્રમિત થયા હોવાનું જણાવ્યુ છે. આરએસએસના સત્તાવાર ટવીટમાં જણાવ્યુ છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સઘના સરસંધચાલક ડો. મોહન ભાગવત આજે( શુક્રવારે) બપોરના સમયે કોરોના પોઝીટીવ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યુ છે. મોહન ભાગવતને કોરોનાના સામાન્ય લક્ષણો છે અને સામાન્ય તપાસ અને સાવચેતીના ભાગરૂપે નાગપુરની કિગ્સવે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા છે.

સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર મોહન ભાગવતને કોવિડ 19ના વોર્ડમાં દાખલ કરાયા છે. જ્યા તેમની હાલત સ્થિર હોવાનું કહેવાયુ છે. મોહન ભાગવતને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. સંધને એક હોદ્દેદારે મોહન ભાગવતને કોરોના થયો હોવાની વાતની પૃષ્ટી કરી હતી.

6 માર્ચે લીધી હતી કોરોનાની વેક્સિન

મોહન ભાગવતે માર્ચ 2021ની છ તારીખે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. મોહન ભાગવત તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ નેશનલ કેન્સર ઈન્સ્ટીટ્યુટમાં કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો હતો. આ જ દિવસે કેન્દ્રીય પરિવહન પ્રધાન નિતીન ગડકરી અને તેમના પત્નિએ પણ નેશનલ કેન્સર ઈન્સ્ટીટ્યુટમાં કોરોનાની રસીકરણ અભિયાન અંતર્ગત રસીનો પહેલો ડોઝ લીધો હતો.

નાગપુરમાં કોરોનાનો વિસ્ફોટ

મહારાષ્ટ્રના નાગપુરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. છેલ્લા 24 કલાકમાં નાગપૂરમાં જ છ હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. આ ઉપરાંત કોરોનાથી સંક્રમિત થયેલા અને સારવાર હેઠળ હોય તેવા 64 વ્યક્તિના મોત નિપજ્યા છે. જો કે 2 હજારથી વધુ લોકો સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.
મહારાષ્ટ્રમાં નોંધાતા કુલ કેસમાંથી નાગપુરમાં જ કોરોનાના અત્યાર સુધીમાં કુલ 2.66 લાખથી વધુ કેસ નોંધાયા છે. 49 હજારથી વધુ લોકોની કોરોનાની સારવાર થઈ રહી છે. અને અત્યાર સુધીમાં 2.11 લાખ દર્દીઓ સાજા થઈ ચૂકયા છે. કોરોનાથી સંક્રમિત થઈને કુલ 5 હજારથી વધુના મોત નિપજ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *