જમશેદપુરમાં કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની હત્યા બાદ તણાવ

રવિવારે રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ઝારખંડ પ્રદેશના પ્રમુખ વિનય સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. જે બાદ સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતી. વિનય સિંહની હત્યા બાદ કરણી સેનાના કાર્યકર્તાઓએ ડિમના રોડ તથા નેશનલ હાઇવે ૩૩ પર દેખાવો કરતાં ચક્કાજામની સ્થિતિ સર્જાઇ હતી. 

BIG-BREAKING-JAMSHEDPUR : करणी सेना के प्रदेश अध्यक्ष विनय सिंह की गोली मारकर हत्या, सनसनी…. - Loktantra Savera

વિનય સિંહ એક કાર્યક્રમ માટે જઈ રહ્યા હતા, તેઓ જેવા જ તેમની ગાડીમાંથી નીચે ઉતર્યા કે અચાનક જ તાબડતોબ ફાયરિંગ કરાઇ અને ઘટનાસ્થળે જ તેમનું નિધન થયું. પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે હુમલાખોરો ઘટના બાદ બાઇક લઈને ભાગી ગયા હતા. કયા કારણે હત્યા કરાઇ તે અંગે હજુ સુધી પોલીસને કોઈ પૂરાવા મળ્યા નથી. પોલીસે જણાવ્યું હતું કે વિનય સિંહનો મૃતદેહ નેશનલ હાઇવેથી ૨૫૦ મીટર દૂર એક ખેતરમાંથી મળ્યો. તેમના મૃતદેહ પાસેથી એક પિસ્તોલ અને એક સ્કૂટી તથા મોબાઈલ ફોન મળી આવ્યો છે. પોલીસને સૂચના આપવામાં આવી હતી કે વિનય સિંહ સવારે ૧૧:૩૦ વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો.

rana sanga controversy Agra Rakta Swabhiman Sammelan Karni Sena Protest Updates | सपा सांसद के खिलाफ उग्र प्रदर्शन, करणी-सेना का मकसद क्या?: अब 12 को आगरा में रक्त स्वाभिमान ...

વિનય સિંહનો મૃતદેહ મળ્યા બાદ સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે હત્યારાઓની ઓળખ કરવાના પ્રયાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *