પોપ ફ્રાંસિસનું ૮૮ વર્ષની વયે નિધન

ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું ૮૮ વર્ષની વયે નિધન થયું. તેમને ફેફસાની બિમારીને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોપ ફ્રાન્સિસ ન્યુમોનિયાથી પીડિત હતા. તેમણે વેટિકન સિટીમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનથી કેથલિક સમુદાય શોકની લહેર છવાઈ ગઈ છે. પોપ ફ્રાન્સિસને ૧૪ મી ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની સ્થિતિમાં સુધારો થયો ન હતો.

Latest & Breaking News Melbourne, Victoria | The Age

પોપ ફ્રાન્સિસ જેસુઈટ ઓર્ડરના પ્રથમ પોપ હતા. તે ૮ મી સદી પછી યુરોપની બહારના પ્રથમ પોપ હતા. આર્જેન્ટિનાના બ્યુનોસ એરેસમાં જોર્જ મારિયો બર્ગોગ્લિયો તરીકે જન્મેલા પોપ ફ્રાન્સિસને ૧૯૬૯ માં કેથોલિક પાદરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૨૮ મી ફેબ્રુઆરી ૨૦૧૩ ના રોજ પોપ બેનેડિક્ટ XVIના રાજીનામા બાદ એક પોપ કોન્ક્લેવે કાર્ડિનલ બર્ગોગ્લિઓને તેમના અનુગામી તરીકે ચૂંટાયા હતા. તેમણે ૧૩ મી માર્ચે સેન્ટ ફ્રાન્સિપાલના સન્માનમાં તેમના નામની પસંદગી કરી હતી.

Pope Francis: Catholics should care as much about the poor as about abortion | Vox

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘પોપ ફ્રાન્સિસના નિધનથી મને ખૂબ જ દુઃખ થયું છે. આ દુઃખની ઘડીમાં વિશ્વભરના કેથલિક સમુદાય પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. પોપ ફ્રાન્સિસને વિશ્વભરના લાખો લોકો હંમેશા કરુણા, નમ્રતા અને આધ્યાત્મિક હિંમતના પ્રતીક તરીકે યાદ રાખશે.’

Outlook India - India's Best Magazine| Find Latest News, Top Headlines, Live Updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *