મોર્નિંગ વોક પહેલા આ વાતોનું ધ્યાન ન રાખશો તો ફાયદો થવાના બદલે તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
મોર્નિંગ વોકિં સ્વાસ્થ્યની સાથે સાથે સ્વસ્થ શરીર માટે પણ ફાયદાકારક છે. સવારે વહેલા ચાલવાથી આખો દિવસ શરીર તાજગી અનુભવે છે. મોર્નિંગ વોક માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. માટે લોકો પોતાને ફિટ અને એનર્જીથી ભરપૂર રાખવા માટે વહેલી સવારે ચાલવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે મોર્નિંગ વોક કરતા પહેલા તમારે આ મહત્વની વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મોર્નિંગ વોક પહેલા આ વાતોનું ધ્યાન ન રાખશો તો ફાયદો થવાના બદલે તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
સવારે ચાલતી વખતે રાખો આ વાતોનું ધ્યાન
ઉનાળાની ઋતુમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ગરમીમાં પરસેવો થવાથી ઉબકા, માથાનો દુખાવો અને ડિહાઇડ્રેશન જેવી સમસ્યા થઇ શકે છે. આ સિવાય લાંબા સમય સુધી તડકામાં રહેવાથી તમારા શરીરની નેચરલ કૂલિંગ સિસ્ટમ નિષ્ફળ થઈ શકે છે. આવી સ્થિતિમાં ધ્યાનમાં રાખો કે સૂર્યમાં વધુ સમય સુધી ન રહેવું.
ચાલવા જતા પહેલા પાણી પીવો
જ્યારે તમે સવારે ઉઠો છો, ત્યારે તમારું શરીર પહેલેથી જ ડિહાઇડ્રેટેડ હોય છે. તમે ૬-૮ કલાક સુધી એકપણ ઘૂંટડો પાણીનો પીધો હશે નહીં. માટે પાણી પીધા વગર મોર્નિંગ વોક જવું જોખમી બની શકે છે. જો તમારું શરીર પહેલેથી જ ડિહાઇડ્રેટેડ છે, તો પરસેવાની ઉણપથી ઝડપથી ડિહાઇડ્રેશન થઈ શકે છે, જેના કારણે સ્નાયુઓમાં ખેંચાણ, માથાનો દુખાવો અને થાક થઈ શકે છે. તેથી સવારે ઉઠતાની સાથે જ એક કે બે ગ્લાસ પાણી પીવો.