રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન વડા પોપ ફ્રાન્સિસના નિધન પર શ્રદ્ધાંજલિ રૂપે ભારત સરકારે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. ૨૧ મી એપ્રિલના રોજ ૮૮ વર્ષની વયે અવસાન થયું હતું.

ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક
મળતી વિગતો અનુસાર ગૃહ મંત્રાલય (MHA) એ ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસના અવસાન પર શ્રદ્ધાંજલિ રૂપે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. ખ્રિસ્તી ધર્મગુરુ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું, ૨૧ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ નિધન થયું હતું. તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક રહેશે. જેમાં ૨૨ એપ્રિલ, ૨૦૨૫ મંગળવાર અને ૨૩ એપ્રિલ, ૨૦૨૫ બુધવારના રોજ બે દિવસનો રાજકીય શોક તેમજ અંતિમ સંસ્કારના દિવસે એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે
રાજકીય શોકના સમયગાળા દરમિયાન સમગ્ર ભારતમાં જે ઇમારતોમાં રાષ્ટ્રધ્વજ નિયમિતપણે ફરકાવવામાં આવે છે ત્યાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે અને કોઈ સત્તાવાર મનોરંજન યોજાશે નહીં.