અમદાવાદના જુહાપુરમાં લુખ્ખાતત્વોએ ધોળા દિવસે છરી અને લાકડીઓ સાથે એકબીજા પર કર્યો હુમલો, સમગ્ર વિસ્તારને બાનમાં લેતાં લોકોમાં ફફડાટ…
રાજ્યમાં એક તરફ અસામાજિક તત્વોને અંકુશમાં લેવા માટે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. તો બીજી તરફ લુખ્ખા તત્વોને પોલીસનો ડર જ ન હોય તેમ બેફામ બની રહ્યાં છે. ત્યારે ફરી એકવાર અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જુહાપુરામાં છરી અને લાકડીઓ સાથે આંતક મચાવતો તત્વોનો વીડિયો વાયરલ થયો છે.
જુહાપુરામાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. છરી અને લાકડીઓ સાથે આંતક મચાવતા કેટલાક તત્વોએ જુહાપુરા વિસ્તારને બાનમાં લીધો હતો. અંગત અદાવતને લઈ હથિયારો સાથે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો આવ્યો હતો. જેના પગલે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો. જે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા વેજલપુર પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં રહેવું સામાન્ય પ્રજા માટે દિવસે ને દિવસે કપરું થઈ રહ્યું છે. કારણકે, અસામાજિક તત્વોને કદાચ પોલીસનો ડર નથી રહ્યો. શહેરમાં છાશવારે લુખ્ખાતત્વોની દાદાગીરીની ઘટનાઓ સામે આવે છે. ત્યારે જાહેરમાં મારામારીની ઘટના બનતા હવે પ્રજામાં પણ લુખ્ખા તત્વોનો ડર જોવા મળ્યો છે. ત્યારે એક જ સવાલ થાય કે, અમાદાવાદ રહેવા લાયક રહ્યું નથી?