દેશના ખાદી અને ગ્રામોદ્યોગે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં ઉત્પાદન, વેચાણ અને રોજગાર સર્જનનો નવો રેકોર્ડ બનાવ્યો છે. છેલ્લા ૧૧ વર્ષમાં વેચાણમાં ૪૪૭ %, ઉત્પાદનમાં ૩૪૭ % અને રોજગાર સર્જનમાં ૪૯.૨૩ % નો વધારો થયો છે. તે જ સમયે, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં ૨૦૧૩-૧૪ ની સરખામણીમાં વેચાણમાં ૩૯૯.૬૯ % અને ઉત્પાદનમાં ૩૧૪.૭૯ % નો વધારો થયો હતો. KVICના ચેરમેન મનોજ કુમારે સોમવારે આ માહિતી આપી.
ખાદી અને ગ્રામોદ્યોગના ચેરમેન મનોજ કુમારે જણાવ્યું હતું કે, KVICના આ ઉત્તમ પ્રદર્શને ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં અને ભારતને વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવામાં મોટો ફાળો આપ્યો છે. તેમણે આ ઐતિહાસિક સિદ્ધિનો શ્રેય પૂજ્ય બાપુની પ્રેરણા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી, MSME મંત્રાલયના માર્ગદર્શન અને દેશના દૂરના ગામડાઓમાં કામ કરતા લાખો કારીગરોની અથાક મહેનતને આપ્યો.
નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪ માં ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોનું ઉત્પાદન રૂ. ૨૬૧૦૯.૦૭ કરોડ હતું, જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં તે લગભગ ચાર ગણું વધીને ૩૪૭ % ના ઉછાળા સાથે રૂ. ૧૧૬૫૯૯.૭૫ કરોડ પર પહોંચી ગયું. નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪ માં વેચાણ રૂ. ૩૧૧૫૪.૧૯ કરોડ હતું, પરંતુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં તે લગભગ પાંચ ગણું વધીને ૪૪૭ % ના અભૂતપૂર્વ વધારા સાથે રૂ. ૧૭૦૫૫૧.૩૭ કરોડ પર પહોંચી ગયું, જે અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ છે
છેલ્લા ૧૧ વર્ષમાં ખાદીના કપડાંના ઉત્પાદનમાં અભૂતપૂર્વ વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪ માં ખાદીના કપડાંનું ઉત્પાદન ૮૧૧.૦૮ કરોડ રૂપિયા હતું, પરંતુ તે ૩૬૬ % ના ઉછાળા સાથે સાડા ચાર ગણું વધીને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં ૩૭૮૩.૩૬ કરોડ રૂપિયા પર પહોંચી ગયું, જે અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.
તમને જણાવી દઈએ કે, ખાદીના કપડાંના વેચાણમાં પણ જબરદસ્ત વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪ માં તેનું વેચાણ માત્ર ૧૦૮૧.૦૪ કરોડ રૂપિયા હતું, પરંતુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં તે ૫૬૧ % વધીને લગભગ સાડા છ ગણું વધીને૭૧૪૫.૬૧ કરોડ રૂપિયા થયું. વડા પ્રધાન મોદી દ્વારા ખાદીના મોટા પ્લેટફોર્મ પરથી પ્રમોશનની ખાદીના કપડાંના વેચાણ પર ભારે અસર પડી છે.