અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેમ્સ ડેવિડ (જેડી) વેન્સ તેમની પત્ની ઉષા અને ત્રણ બાળકો સાથે ભારતની ચાર દિવસની મુલાકાતે છે. તેઓ ગઈકાલે રાત્રે જયપુર પહોંચ્યા અને રામબાગ પેલેસમાં રોકાયા. આજે સવારે તે પોતાના પરિવાર સાથે આમેર કિલ્લો નિહાળ્યો હતો. વેન્સ અને તેના પરિવારની સુરક્ષા માટે ૨૪૦૦ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. અમેરિકી ઉપરાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર જયપુર શહેરને શણગારવામાં આવ્યું છે.
તેમને હાથી સ્ટેન્ડથી ખાસ ઇલેક્ટ્રિક ગાડીમાં આમેર કિલ્લાની અંદર લઈ જવામાં આવ્યા. તેમણે અને તેમના પરિવારે ઇ-કાર્ટમાંથી જ કિલ્લાના બાહ્ય ભાગો, માવઠ સરોવર અને કેસર ક્યારી બગીચાની મુલાકાત લીધી. આ પછી, યુએસ ઉપરાષ્ટ્રપતિ ઇ-કાર્ટ દ્વારા જલેબી ચોક ગયા, જ્યાં બે હાથીઓ પુષ્પા અને ચંદાએ તેમનું અને તેમના પરિવારનું સ્વાગત કર્યું.
જે ડી વેન્સે તેમના પરિવાર સાથે લગભગ એક કલાક માટે આમેર કિલ્લાની મુલાકાત લીધી અને એક ગાઈડની મદદથી તેના ઇતિહાસ વિશે જાણ્યું. તેમણે કિલ્લા પર તેમની પત્ની ઉષા અને બાળકો સાથે ફોટો પણ ક્લિક કરાવ્યા. કિલ્લામાં સ્થિત ૧૧૩૫ એડી રેસ્ટોરન્ટમાં તેમના માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં ચાંદીના સિંહાસન પર વેન્સ અને પરિવારને રાજસ્થાની ભોજન પીરસવામાં આવ્યું હતું.

જે ડી વેન્સ આજે જ પન્ના-મીના કુંડ, અનોખી મ્યુઝિયમ જલ મહેલ, હવા મહેલ અને પારકોટાની પણ મુલાકાત લેશે. તેમજ રામબાગ પેલેસમાં લંચ કરશે. અહીં થોડો સમય આરામ કર્યા પછી, જે ડી વેન્સ રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર (RIC) પહોંચશે અને અહીં અમેરિકન બિઝનેસ સમિટમાં હાજરી આપશે. તેઓ ભારત-અમેરિકા સંબંધો પર પણ ભાષણ આપશે. તેમજ સાંજે તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને અન્ય મંત્રીઓને મળશે.