સાણંદના કલ્હાર બ્લુ બંગ્લોઝમાં પોલીસના દરોડા

અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા કલ્હાર બ્લુ બંગ્લોઝમાં ગ્રામ્ય એલસીબીના સ્ટાફે દરોડો પાડીને આઇપીએલ પર સટ્ટો રમતા સાત બુકીઓને ઝડપી લીધા હતા. પોલીસે દરોડા દરમિયાન સ્થળ પર ૨૬  બોટલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો. જે બુકીઓએ પોતાના ઉપયોગ માટે રાખ્યો હતો.

સાણંદના કલ્હાર બ્લુ બંગ્લોઝમાં પોલીસના દરોડા, ક્રિકેટ સટ્ટો રમતા સાત બુકીઓ  ઝડપાયા | Police raid Kalhar Blue Bungalows in Sanand seven bookies caught  betting on cricket - Gujarat Samachar

અમદાવાદ ગ્રામ્ય એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર એન કરમટીયા અને તેમના સ્ટાફને બાતમી મળી હતી સાણંદમાં આવેલા કલ્હાર બ્લુ બંગ્લોઝમાં કેટલાંક લોકો આઇપીએલ પર ક્રિકેટ સટ્ટો રમે છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને તપાસ કરતા સ્થળ પર સાત બુકીઓ દારૂની મહેફિલ માણતા મળી આવ્યા હતા. તેમજ  ૧૩ મોબાઇલ ફોન, રોકડ અને ટેલીવિઝન સેટ જપ્ત કરીને વઘુ તપાસ કરી ત્યારે ૨૬ બોટલ વિદેશી દારૂ અને ચાર ટીન બિયરનો જથ્થો પણ મળી આવ્યો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *