લગ્નગાળો શરૂ થઈ ગયો છે ત્યારે સોનાના ભાવમાં પણ જબરજસ્ત ઉછાળો આવ્યો છે. લગ્નપ્રસંગમાં સોનાની ખરીદીને વધુ મહત્વ આપવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે સોનાની ખરીદી વધુ જ મોંઘી પડશે તેવું લાગી રહ્યું છે. સોનુ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. સોનાએ ૧,૦૦,૦૦૦ની સપાટી પાર કરી છે. ૩ મહિનામાં ૨૦,૦૦૦ રૂ.વધારો થયો છે. ત્યારે અખાત્રીજે “શુકન” સાચવવું લોકોને મોંઘું પડશે તેવું લાગી રહ્યું છે.
શા માટે વધી રહ્યા છે સોનાના ભાવ ?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ પર ૯૦ દિવસનો પ્રતિબંધ લાદ્યો છે. જોકે, તે સંપૂર્ણપણે નાબૂદ થયું નથી. તે જ સમયે, ચીન અને અમેરિકા વચ્ચેના ટેરિફ યુદ્ધને કારણે વૈશ્વિક ચિંતાઓ વધી ગઈ છે. જેના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ એટલે કે સોના તરફ વળી રહ્યા છે.
૨૧ એપ્રિલએ સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ થઈ ગયો અને ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૧,૦૦,૦૫૦ એ માર્કેટ બન્ધ થયું હતું.૧૦૦ ગ્રામ સોનુ ૧૦ લાખએ પહોંચી ગયું છે.હવે સામાન્ય અને મધ્યમવર્ગ પરિવારને સોનુ ખરીદવું સપનું બની રહ્યું છે.પીળી ધાતુમાં નવી તેજીનો દોર શરૂ થયો છે.એક જ દિવસમાં ૫૧ ડોલરનો ઉછાળો આવતાં ૩૫૦૦ ડોલરએ આવી ગયો છે.
૪ મહિનામાં સોનામાં ૨૫ %ના વધારા સાથે ₹ ૨૦,૦૦૦ અને ચાંદીમાં ૬૮૦૦ હજાર નો વધારો નોંધાયો છે. જાન્યુઆરીમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૭૮,૫૦૦ હતો. અમેરિકાએ ચીન પર આયાત ડ્યુટી વધારીને ૨૪૫ % કરવાની જાહેરાત પોતાની સાથે જ ડોલર ત્રણ વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે.
આ બંને દેશ વચ્ચે ટ્રેડવોરના પગલે અનિશ્ચિતતાઓ ઊભી થઈ છે તો ડોલર એપ્રિલ ૨૦૨૨ પછીની સૌથી નીચી સપાટીએ આવી જતા અને વિશ્વની મધ્યસ્થ બેન્કોમાં વધી રહેલી સોનાની માંગના લીધે દિવસે ને દિવસે સોનુ સળગી રહ્યું છે. ૨૪ કેરેટના ૧૦ ગ્રામના ૧,૦૦,૦૫૦ અને ૨૨ કેરેટનો ૮૯,૩૨૦ ભાવ નોંધાયો છે