જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલો

જમ્મુ કાશ્મીરના પહલગામમાં મોટો આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ પર્યટકો પર ફાયરિંગ કર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે. 

Several tourists injured in terror attack in J-K's Pahalgam - The Economic  Times

આતંકવાદી હુમલામાં ચાર પ્રવાસીઓ ઈજાગ્રસ્ત હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ઈજાગ્રસ્તોન સંખ્યા વધવાની આશંકા છે. માર્ચમાં હિમવર્ષા બાદ સેકડોંની સંખ્યામાં પર્યટકો જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. એવામાં પહલગામમાં ટ્રેકિંગ માટે આવેલા પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર પર્યટકો રાજસ્થાનથી કાશ્મીર ફરવા માટે આવ્યા હતા. પ્રવાસીઓ જ્યારે એક પહાડ પર ટ્રેકિંગ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે છુપાઈને બેઠેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. 

2 hybrid militants held in J&K for Pahalgam terror attack that injured  tourist couple

થોડા દિવસ બાદ કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થવાની છે, આ યાત્રામાં પહલગામમાં જ બેઝ કેમ્પ બનાવવામાં આવે છે. ગરમીના કારણે કાશ્મીરમાં ટુરિઝમને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. એવામાં આ આતંકવાદી હુમલાના કારણે કાશ્મીર ગયેલા અન્ય ટૂરિસ્ટોના જીવ પડીકે બંધાયા છે. સાથે સાથે આગામી સમયમાં થનારી અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને પણ સવાલ ઊભા થયા છે. પર્યટકો પર આ પ્રકારના હુમલાના કારણે કાશ્મીરના વેપાર ઉદ્યોગ પર પણ અસર પડશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *