બે મહિનામાં ખાનગી ટ્રેનિંગ કંપનીનું પ્લેન ક્રેશ થવાની આ બીજી ઘટના છે. પહેલી ઘટના ગત ૩૧ માર્ચે ઘટી હતી, જેમાં આ રીતે જ ખાનગી ટ્રેનિંગ કંપનીનું પ્લેન ક્રેશ થયુ હતું.
અમરેલીમાં પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. જિલ્લાના ગિરિયા રૉડ પર ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થયું, પ્લેન ક્રેશ થયા બાદ તેમાં બ્લાસ્ટ થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું.

જો કે આસપાસમાં કોઈ નુકસાનના અહેવાલ નથી. રહેણાંક વિસ્તારની નજીક પ્લેન ક્રેશ થતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

આ પ્લેન ખાનગી ટ્રેનિંગ કંપનીનું પ્લેન હતું અને તેમાં સવાર પાયલોટ ટ્રેઇની પાયલોટ હતો તેવી વિગતો સામે આવી છે.
પ્લેન ક્રેશમાં જે વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે તે ટ્રેઇની પાયલટ હોવાનું માનવામાં આવે છે.

મહત્વનું છે બે મહિનામાં ખાનગી ટ્રેનિંગ કંપનીનું પ્લેન ક્રેશ થવાની આ બીજી ઘટના છે. પહેલી ઘટના ગત ૩૧ માર્ચે ઘટી હતી. અને આ રીતે જ ખાનગી ટ્રેનિંગ કંપનીનું પ્લેન ક્રેશ થયુ હતું. મહેસાણાના ઉચરપી ગામમાં આ ઘટના ઘટી હતી. બાદમાં ટ્રેનિંગ દરમિયાન આ વિમાન ક્રેશ થયું હોવાની માહિતી સામે આવી હતી. એક પ્રાઈવેટ કંપની દ્વારા અપાઈ રહેલી ટ્રેનિંગ દરમિયાન વિમાન ઉચરપી ગામના ખેતરમાં ક્રેશ થયું હતું.. આ પ્લેનની મહિલા પાયલોટ ઇજાગ્રસ્ત થઇ હતી.
તો ત્યારબાદ જામનગરમાં એરફોર્સનું એક વિમાન ક્રેશ થયું હતું.. જેમાં એક પાયલોટનું મોત થયું હતું.
