વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરબની બે દિવસની મુલાકાતને ટૂંકાવીને એક જ દિવસમાં પાછા ભારત આવી ગયા છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય કર્યો હતો. હવે તેઓ કેબિનેટ બેઠકનું નેતૃત્વ કરી શકે છે. જોકે સાઉદીની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું કે આ વિસ્તારમાં રચનાત્મકતા અને સ્થિરતા માટેનું એક મહત્વનું પરિબળ બની રહ્યું છે. સમુદ્રીય પાડોશીઓ તરીકે ભારત અને સઉદી અરબસ્તાનનાં હિતો નૈસર્ગિક રીતે જ સમાન છે.
ગુપ્તચર એજન્સીઓ દ્વારા જારી કરાયેલ ચેતવણી કે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં ‘ઉનાળો ગરમ’ કરવા માટે તૈયાર છે સાચી સાબિત થઇ છે. આ હુમલામાં વિદેશી આતંકવાદીઓની ભૂમિકા પણ સામે આવી છે. અનેક ગુપ્તચર અધિકારીઓ માને છે કે જનરલ મુનીરના વાંધાજનક ભાષણને પગલે લશ્કરના સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે આ હુમલાને અંજામ આપ્યો હતો. ટીઆરએફએ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
બંને આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતાના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે. બંને વચ્ચે સ્થપાનારા સંરક્ષણ અંગેના સંબંધો અમારા વિસ્તૃત પાડોશી વિસ્તારોમાં ઊભા થતા પડકારોનો સામનો કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
વડાપ્રધાને વધુમાં કહ્યુ, ‘સલામતી અંગે સહકાર સાધી રહ્યા છીએ અને તેમાં પ્રગતિ પણ થઈ રહી છે. અમે 2023માં અલ-મોહેદ, અલ-હીદી નામક બે નૌકાયુદ્ધ કવાયતો પણ કરી છે.
આ સાથે તેઓએ કહ્યુ કે સઉદી સશસ્ત્ર સૈન્યોની જરૂરિયાતો પૂરી કરવાનો અમને આનંદ છે.
ભારતમાં છેલ્લા દશકોથી સંરક્ષણ સાધનોનું ઉત્પાદન વધી રહ્યું છે. તેમાં શ્રેષ્ઠ કક્ષાના સાધનો જેવા કે નાના શસ્ત્રો, મોટા શસ્ત્રો, બખ્તરિયા ગાડીઓ, ટેન્ક વગેરેનું ઉત્પાદન થાય છે. એરફોર્સની જરૂરિયાતો પૂરી કરવા અમે ડ્રોન વિમાનો અદ્યતન નાના હેલિકોપ્ટર્સથી શરૂ કરી ફાયટર-જેટસ બનાવી રહ્યાં છીએ. નેવી ક્ષેત્રે અમે પેટ્રોલ-બોટસ, સબમરીન્સ અને વિમાન વાહક જહાજ પણ બનાવીએ છીએ. અમે માત્ર અમારી જ જરૂરતો પૂરી કરતા નથી, તેની નિકાસ પણ કરીએ છીએ. દુનિયના અનેક દેશો તે ખરીદે છે.
પત્રકારોને કરેલા સંબોધનમાં નરેન્દ્ર મોદીએ કહ્યું : અમે સલામતી અંગે સહકાર સ્થાપવા આતુર છીએ. તેમાં ત્રાસવાદનો સામનો કરવા ઉપરાંત, ત્રાસવાદીઓને પહોંચાડાતા નાણાંની શ્રૃંખલા જ તોડી નાખવા તેમજ ડ્રગ-ટ્રાફિકિંગ (નશાકારક દ્રવ્યો) રોકવા સમાન રીતે પ્રતિબદ્ધ છીએ. તેમજ સાયબર સિક્યોરિટી મજબૂત કરવા સહ-પ્રયત્નો કરી રહ્યા છીએ.
વડાપ્રધાને વધુમાં કહ્યું અમારા સંરક્ષણ ઉત્પાદનોમાં સઉદી અરબસ્તાન રોકાણો કરે તો તેને આવકારીએ છીએ. ઉપરાંત ઊર્જા ક્ષેત્ર અમારી આર્થિક ભાગીદારીમાં મહત્વનો સ્તંભ બની રહ્યું છે. સઉદી અરબસ્તાન, ભારતમાં તેલની જરૂરિયાતોનો બહુ મોટો ભાગ પૂરો પાડે છે. તે ક્રૂડ અને અન્ય પેટ્રોલિયમ પ્રોડકટસ મોટા પ્રમાણમાં પૂરા પાડે છે. ભારતની રીફાઈનરીઓ તે શુદ્ધ કરી પોતાના લોકોની જરૂરિયાતો પૂરી પાડે છે.
વડાપ્રધાન મોદીએ અન્ય મહત્વની વાત તો તે કરી હતી કે, સઉદી અરબસ્તાનમાં જ ક્રૂડ તેલનાં શુદ્ધીકરણ માટેનું સંકુલ-રીફાઇનરી- સ્થાપવા તૈયાર છે.
આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેઓની બે દિવસની સઉદી અરબસ્તાનની મુલાકાતમાં અનેકવિધ કરારો કરવાના છે. તે દ્વારા પ. એશિયા અને મધ્ય પૂર્વમાં ચીનનો પગપેસારો રોકવાની ગણતરી છે અને મુસ્લિમ દેશોના અગ્રણી દેશ સઉદી અરબસ્તાનને ભારત તરફે રાખી મુસ્લિમ અનેક મુસ્લિમ દેશોને ભારત તરફી વાળી, સલામતી સમિતિમાં ભારતના કાયમી સ્થાન માટે યુએનની મહાસભામાં ભારત તરફી મતદાન કરે તે પણ પાકી ગણતરી છે.
સઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન આસેરનાં નિમંત્રણથી સઉદી અરબસ્તાન જતા વડાપ્રધાન મોદીનું વિમાન સઉદી અરબની એર સ્પેસમાં પહોંચ્યું ત્યારે તેઓને વિશિષ્ટ આવકાર આપવા સઉદી અરબના F-૧૫૫ પ્રકારનાં ચાર ચાર વિમાનો બંને તરફ મોદીના વિમાનને એસ્કોર્ટ કર્યું હતું.