કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને અંગે સૌથી મોટો ખુલાસો થયો છે. પહેલગામ આતંકી હુમલામાં કુલ ત્રણ ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા છે. જે પૈકી બે વ્યક્તિ ભાવનગરનાં સગા પિતા-પુત્ર છે. જ્યારે એક વ્યક્તિ સુરતનો હોવાનું સામે આવ્યું છે.
સૌથી પ્રથમ આ હુમલામાં સુરતના એક યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. જેમાં જમ્મી કાશ્મીર ફરવા ગયેલા સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા યુવક શૈલેષ કલાઠીયાનું મોત નિપજ્યું હતું. સુરતથી જમ્મુ કાશ્મીર ફરવા માટે ગયેલા શૈલેષ કલાઠિયાનું પહેલગામ આતંકી હુમલામાં મોત નિપજ્યું હતું. શૈલેષ કલાઠિયા હાલમાં પરિવાર સાથે મુંબઈમાં રહે છે. જો કે તે મુળ સુરતના વરાછ વિસ્તારના ચીકુવાડી વિસ્તારના રહેવાસી છે. જો કે બે ગુજરાતીઓ સંપર્ક વિહોણા હતા. જે બંન્નેના આજે મૃતદેહ મળી આવ્યા છે.
ગુજરાત સરકાર દ્વારા મૃતકો અને ઘાયલોને કોઇ અગવડતા ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર દ્વારા આજે જ ત્રણેય ગુજરાતી મૃતકોના પાર્થિવ દેહને ગુજરાત લાવવામાં આવશે. વિશેષ આર્મી પ્લેન દ્વારા ત્રણેય ગુજરાતીઓના મૃતદેહોને તેમના પરિવારને સોંપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર રહેવાસી યતીશભાઇ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનું મોત નિપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. એક જ પરિવારનાં બે પુરૂષો જતા રહેતા પરિવાર મોભી વિહોણો બન્યો છે.
જમ્મુ કાશ્મીર આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ગુજરાતીઓના મૃતદેહોને ગુજરાત લનાવેશે. મૃતદેહ પહેલા મુંબઇ ખાતે લવાશે ત્યાંથી અમદાવાદ ખાતે લાવવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર ગૃહ મંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે. સાંજ સુધીમાં તમામ લોકોનાં મૃતદેહ તેમના પરિવારને મળી જાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
