સુરક્ષા દળોએ બારામૂલામાં બે આતંકીઓને ઠાર માર્યા છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સેના સતત જમ્મુ કાશ્મીરમાં અનેક જગ્યાઓ ઉપર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
મંગળવારે ૨૩ એપ્રિલ ૨૦૨૫ ના રોજ બપોરે લગભગ ૦૩:૦૦ વાગ્યે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં લગભગ ૨૬ લોકો માર્યા ગયા હતા. આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મોટાભાગના લોકો પ્રવાસીઓ હતા. આ હુમલાને ૨૦૧૯ ના પુલવામા હુમલા બાદ ઘાટીમાં સૌથી ઘાતક હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. લોકોએ જણાવ્યું કે આતંકવાદીઓ પોલીસ વર્દીમાં ત્યાં પહોંચ્યા હતા.
બારામૂલામાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર માર્યા
સુરક્ષા દળોએ બારામૂલામાં બે આતંકીઓને ઠાર માર્યા છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સેના સતત જમ્મુ કાશ્મીરમાં અનેક જગ્યાઓ ઉપર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
પીએમ મોદીએ વિદેશ મંત્રી, એનએસએ સાથે બેઠક કરી
પીએમ નરેન્દ્ર મોદી પણ પોતાનો બે દિવસીય સાઉદી પ્રવાસ છોડીને પોતાના દેશ પરત આવી ગયા છે. ભારતમાં પગ મુકતાની સાથે જ એરપોર્ટ ઉપર જ હાઈલેવલ બેઠક બોલાવી હતી. કાશ્મીરમાં પહેલગામ આતંકી હુમલાના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર, એનએસએ અજીત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. વડાપ્રધાન મોદીએ ઘટના અંગેની તમામ માહિતી મેળવી હતી.
પહેલગામમાં આતંકવાદી ઘટના બાદ દુનિયાભરના દેશોના વડાઓએ આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સમર્થન આપ્યું છે. અમેરિકા અને રશિયાએ પણ કહ્યું છે કે તેઓ આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સાથ આપશે.

