મંગળવારે જમ્મુકાશ્મીરનાં પહલગામમાં થયેલા આતંકી હુમલામાં ૩ ગુજરાતીનાં મોત થયા હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું છે. મૃતકોની ડેડ બોડી લાવવા માટેની વ્યવસ્થા કેન્દ્ર સરકારે કરી છે. ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું, ઘટનાની પીએમ એ ગંભીરતા લીધી છે. PMએ સાઉદીનો પ્રવાસ ટૂંકાવીને પરત ફર્યા છે. ભૂતકાળની ઘટનાઓનો જડબાતોડ જવાબ આપ્યો છે. આ ઘટનાનો પણ જડબાતોડ જવાબ આપવામાં આવશે.
જમ્મુ કાશ્મીરમા આતંકી હુમલા મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, પર્યટકો જે પરિવાર સાથે કાશ્મીરના પ્રવાસે હતા તેમને ધર્મ પૂછવામાં આવ્યો. ધર્મના આધારે આતંકી કાયર હુમલો કરે છે. ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યટકોને વતન પરત લાવવા માટેની સૂચનાઓ આપી છે. ઈજાગ્રસ્ત પર્યટકોને સારવાર ત્યાંની હોસ્પિટલોમાં આપવામાં આવી રહી છે. મોદી સરકારનો ટ્રેક રેકોર્ડ છે કે વળતો જવાબ મળે છે,.એક એકને શોધીને જવાબ આપવામાં આવશે.
કાયરોને શોધીને ૧૦૦ % જીવ ગુમાવનારને ન્યાય મળશે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જમ્મુ કશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને વખોડયો હતો. મૃતકોને ઈશ્વર પોતાના ચરણોમાં સ્થાન આપે અને તેમની આત્માને શાંતિ આપે. આતંકવાદીઓએ આ કાયરતાપૂર્વક કામ કર્યું છે તેના માટે તેમને ક્યારેય પણ માફ કરી શકાય તેમ નથી. કેન્દ્ર સરકાર જે પણ કદમ ઉઠાવશે તેમાં અમારું સમર્થન છે.
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા મામલે છત્તીસગઢનાં મંત્રી કેદાર કશ્યપે કહ્યું. કાશ્મીરની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. કાશ્મીરે પર્યટનનું ક્ષેત્ર છે. કાશ્મીર આતંકવાદથી મુક્ત થાય તે માટેના પ્રયાસ કરી રહ્યા છીએ.