ભારતમાં રોકાયેલા તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ

પહલગામ આતંકી હુમલા મુદ્દે ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ પાંચ મોટા નિર્ણયો લીધા છે. જેમાં ભારતમાં રહેતાં તમામ પાકિસ્તાની નાગરિકોને ત્રણ દિવસની અંદર પાકિસ્તાન પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પાકિસ્તાની નાગરિકોના ભારત વિઝા ૨૭ એપ્રિલ સુધી જ માન્ય રહેશે. બીજી બાજુ પાકિસ્તાન નાગરિકોના ભારત માટે મેડિકલ વિઝા ૨૯ એપ્રિલ સુધી માન્ય રહેશે. જેથી પાકિસ્તાનીઓને વિઝા રદ થાય તે પહેલાં પોતાના વતન પરત ફરી જવા આદેશ આપવામાં આવ્યો છે.

The Indian High Commission in Pakistan (File photo| AFP)

કેન્દ્ર સરકારે ગઈકાલે સાંજે કરેલી કેબિનેટ બેઠકમાં પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા માટે ૪૮ કલાકનો સમય આપ્યો હતો. આ આદેશને અનુરૂપ અનેક પાકિસ્તાની નાગરિકો અટારી-વાઘા બોર્ડરથી પોતાના સ્વદેશ પરત ફર્યા હતાં. હવે તેમના વિઝા માત્ર ૨૭ એપ્રિલ સુધી જ માન્ય રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Pahalgam Attack: Here's What Happens To Pakistani Nations Who Don't Leave  India Within 48 Hours - News18

બીજી તરફ કેન્દ્ર સરકારે પાકિસ્તાનમાં રહેતાં  અને પ્રવાસે ગયેલા ભારતીયોને તુરંત જ સ્વદેશ પરત ફરવા સલાહ આપવામાં આવી છે. સરકારનું આ પગલું  જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ લેવામાં આવ્યું છે. આ હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં ગુજરાતના ત્રણ અને બે વિદેશી સામેલ છે. આ ક્રૂર આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર પાકિસ્તાનનો બહિષ્કાર કરતાં વિવિધ પ્રતિબંધો મૂકી રહી છે. વિદેશી બાબતોના મંત્રાલયે ભારતીયોને પાકિસ્તાનનો પ્રવાસ ન કરવા ચોખ્ખી ના પાડી છે. 

India Expels Pakistani Military Attachés, Downgrades Ties, Pauses Indus  Water Treaty

In continuation of the decisions made by the Cabinet Committee on Security in the wake of the Pahalgam terror attack, the Government of India has decided to suspend visa services to Pakistani nationals with immediate effect.

All existing valid visas issued by India to Pakistani nationals stand revoked with effect from 27 April 2025.

Medical visas issued to Pakistani nationals will be valid only till 29 April 2025.

All Pakistani nationals currently in India must leave India before the expiry of visas, as now amended.

Indian nationals are strongly advised to avoid travelling to Pakistan. Those Indian nationals currently in Pakistan are also advised to return to India at the earliest.

New Delhi
April 24, 2025

બેઠકમાં અટારી-વાઘા બોર્ડર પણ તાત્કાલિક ધોરણે બંધ કરવાની જાહેરાત થઈ હતી. જે લોકો કાયદેસર વિઝા સાથે પાકિસ્તાન ગયા છે, તે તમામ ભારતીયો ૧ મે પહેલાં આ માર્ગે પરત ફરી શકે છે. આજે સવારે અનેક પાકિસ્તાની પરિવાર અટારી-વાઘા બોર્ડરથી સ્વદેશ પરત ફરવા અમૃતસર સ્થિત આઈસીપી પહોંચ્યા હતાં. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *