પાકિસ્તાનીઓને ઘરભેગા કરવાની તૈયારી

જામનગરમાં વીઝા પર રહેતા ૩૧ પાકિસ્તાની નાગરિકોને ઘરભેગા થવા અલ્ટીમેટમ અપાયું છે, આતંકવાદી હુમલા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

JAM 2

પહેલગામમાં આતંકી હુમલા પછી ગુજરાત પોલીસ સતર્ક થઈ છે અને ગેરકાયદે રહેતા પાકિસ્તાનીઓને હાંકી કાઢવામાં માટે મુહિમ હાથ ધરી છે. સાથો સાથ વિઝા પર રહેતા પાકિસ્તાનીઓને પણ પરત પાકિસ્તાન જવા સૂચનાઓ આપી દેવામાં આવી છે.

Forced conversions and marriages': Minorities facing persecution in Pakistan,  government informs Parliament | India News - The Times of India

જામનગરમાં વીઝા પર રહેતા પાકિસ્તાનીઓને ઘરભેગા થવા માટે સૂચના આપવામાં આવી છે. લાંબી-ટૂંકી મુદત ધરાવતા 31 પાકિસ્તાની નાગરિકોને અલ્ટીમેટમ અપાયું છે. જે ટૂંક સમયમાં પાકમાં નહી જાય તો કાર્યવાહી કરવામાં આવશે. આતંકવાદી હુમલા બાદ રાજ્યભરમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

કેન્દ્ર સરકારના આદેશની ગુજરાતમાં અમલવારી શરૂ કરાઈ છે. ગુજરાતમાંથી પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાને લઈ કયાંક અલ્ટીમેટમ અપાયું છે તો કયાંક પાકિસ્તાની નાગરિકને અટારી બોર્ડર મોકલવામાં આવી રહ્યાં છે. શાહિબા બીબીને ભરૂચમાંથી અટારી બોર્ડર મોકલાયા હતાં, શાહિબા બીબી ૨૦૨૧ થી ભરૂચમાં રોકાયા હતા.

પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ સરકાર આતંકવાદને નેસ્તનાબુદ કરવા એક પછી એક કદમ ઉઠાવી રહી છે. જે અંતર્ગત અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી હાથ ધરાઇ છે. પહેલગામમાં આતંકી હુમલા બાદ પોલીસે અમદાવાદમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં ૪૦૦ જેટલા ગેરકાયદે વસવાટ કરત બાંગ્લાદેશીઓને શોધી કાઢ્યા હતા. જેમની અટકાયત કરાઇ છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *