આજે અક્ષય તૃતીયા

અક્ષય તૃતીયાનું ભારતીય સંસ્કૃતિમાં વિશેષ રીતે મહત્ત્વ રહેલું છે. આ તિથિને શુભ માનવામાં આવે છે. જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી લાઠીયાએ અક્ષય તૃતીયાના મહત્ત્વ અંગે આપેલી માહિતી પ્રમાણે જેનો ક્ષય થતો નથી, તે અક્ષય તરીકે ઓળખાય છે. તો આવો જાણીએ અખાત્રીજે કરેલું કોઈ પણ કાર્ય કેમ અક્ષય બને છે, અને કોની પૂજા કરવાથી કેવું ફળ પ્રાપ્ત થાય છે. હિન્દુ પંચાંગ પ્રમાણે આજે એટલે કે ૩૦ એપ્રિલના રોજ અખાત્રીજ મનાવવામાં આવશે.  

આજે અક્ષય તૃતીયા: જાણો અખાત્રીજે કરેલું કર્મ કેમ બને છે અક્ષય, કોની કેવી રીતે કરશો પૂજા? 1 - image

આ તિથિ સતયુગની આદિ તિથિ હોવાથી યુગાદિ કહેવાય છે. સર્વ પાપનો નાશ કરનાર અને સર્વ સુખ આપનાર છે, આ તિથિના દિવસે કરવામાં આવતાં કર્મનો નાશ થતો નથી, માટે તે કર્મ અક્ષય બને છે, જેથી અક્ષય તૃતીયા તરીકે ઓળખાય છે. આ તિથિએ પુણ્ય સ્નાન, જપ, હોમ, મંત્ર, સિદ્ધિ વગેરે કાર્ય કરવાથી તેનું ફળ પણ અક્ષય બને છે 

અક્ષય તૃતીયા | અખાત્રીજ | હિન્દુ તહેવાર | Akshaya Tritiya | Akha Teej | Akshaya Tritiya in Gujarati

આજે કલિયુગમાં પણ આ તિથિનો ભાવ ખૂબ જ રહેલો છે, જેમાં લોકો યંત્ર સિદ્ધિ, સોનુ, જમીન, વાહન ખરીદી ઉપરાંત લગ્ન કરવા જેવી બાબતને ખૂબ જ પ્રાધાન્ય આપે છે, કેમ કે આ કાર્ય દીર્ઘ બને. હાલમાં પણ આ દિવસ લગ્ન માટે કેટલાક પ્રાંતમાં કે પરિવારમાં વધુ પ્રધાન્યરૂપ જોવા મળે છે. કેમ કે તેઓની માન્યતા મુજબ આ દિવસે કરેલા લગ્ન ઘણા દોષને દૂર કરે છે, એટલે આ દિવસે લગ્ન પણ વધુ જોવા મળે છે, કેટલીક જગ્યાએ વિદ્વાનોના માર્ગદર્શન પ્રમાણે વિશિષ્ટ કાર્યના આયોજન પણ થતા હોય છે. 

On the day of Akshaya Tritiya, Kuber got a dhan bhandar of wealth, what can you do to become rich | Akshaya Tritiya 2024: અક્ષય તૃતિયાના દિવસે કુબેરને મળ્યો હતો ધનનો ભંડાર,

ધર્મ ધ્યાનમાં માનનાર આ દિવસે યંત્ર જેવા કે, શ્રી યંત્ર, કનકધારા યંત્ર, લક્ષ્મી નારાયણ યંત્ર વગેરેની સિદ્ધિ કે વિશેષ પૂજા કરતા હોય છે. યંત્ર પર મંત્રનો પ્રભાવ ઉપજાવી તેના ફળને અક્ષય પ્રાપ્તિની ભાવના રાખવામાં આવે છે. વિદ્વાનો પાસેથી કે ધર્મ ગ્રંથમાં અક્ષય તૃતીયાની વિસ્તૃત માહિતી, વ્રત, પૂજાની જાણકારી મેળવી શકાય છે, આપણને ઈશ્વરની કૃપાથી વર્ષમાં કેટલાક વિશિષ્ટ દિવસ, સમય વરદાનરૂપી મળેલા છે. જેનો સદુપયોગ જીવન અને સમાજને શ્રેષ્ઠ બનાવવા માટેનો હોય છે.

Create Akshaya Tritiya 2025 Animated Wishes Link with Name | Free Editor

વૈશાખ સુદ ત્રીજ યુગાદિ તિથિ છે. એક ગણતરી મુજબ મેષ સંક્રાંતિ દરમિયાન આવતી હોય છે, એટલે સૂર્ય મેષ રાશિમાં હોય, જે તેની ઉચ્ચ રાશિ છે અને સુદ ત્રીજ તિથિ હોવાથી ચંદ્ર વૃષભમાં તેની ઉચ્ચ રાશિમાં હોય છે. આ યોગ વિશિષ્ટ હોય છે, જેમાં સૂર્ય અને ચંદ્ર પોતપોતાની ઉચ્ચ રાશિમાં હોય છે. 

Akshaya Tritiya 2023 : ક્યારે છે અખાત્રીજ? જાણો મુહૂર્ત અને વિધિ | When is  Akshaya Tritiya 2023? Know Muhurta and Vidhi - Gujarati Oneindia

સૂર્ય અને ચંદ્રને આપણે પ્રત્યક્ષ દેવ તરીકે ઓળખીએ છીએ. જો આ દિવસે ઉપવાસ કરી દાન ધર્મ કરવામાં આવે તો ઉત્તમલોકની પ્રાપ્તિ થાય છે. આ દિવસે લક્ષ્મીનારાયણનું પૂજન કરવામાં આવે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે, તેમજ ગંગા સ્નાન કરવાથી પણ પાપનો નાશ થાય છે.

Akshaya Tritiya/Akhatrij 2023: આજે અખાત્રીજે સ્વયંસિદ્ધ મુહૂર્ત પર કરો  સ્વર્ણ પૂજન, ભરાશે ધનના ભંડાર | Akshaya Tritiya/Akhatrij 2023 today. Read  Puja Shubh Muhurat, When to buy gold. - Gujarati ...

પૂજા કરવાનો શુભ સમય : 

સવારે      ૧૧:૦૧  થી    ૧૨:૩૦

બપોરે      ૦૩:૫૦ થી    ૦૫:૨૦    

સાંજે       ૦૫:૨૧ થી     ૦૬:૫૫    

રાત્રે        ૦૮:૨૦ થી     ૧૦:.૫૫

Akshaya Tritiya 2023: इस दिन जरूर खरीदें ये 7 चीजें, खुल सकती है किस्मत |  akshaya tritiya 2023 purchase these things for prosperity | HerZindagi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *