ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન

ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંધકામ ધ્વસ્ત કરાયું, મેગા ડિમોલિશનની કામગીરી પર બોલ્યા હર્ષ સંઘવી, અલકાયદાના સહયોગી અને ૪ બાંગ્લાદેશી પકડાયા, ૧-૧ ઈંચ જગ્યા અમે ખાલી કરાવીશું.

2000 cops, 50 bulldozers, 50 dumpers: Ahmedabad's Chandola Lake area razed  in crackdown on illegal Bangladeshis | Bulldozer action at Ahmedabad's Chandola  lake amid crackdown on illegal Bangladeshi immigrants - Gujarat Samachar

૨૯ એપ્રિલ, ૨૦૨૫ અને મંગળવારનો દિવસ અમદાવાદના ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર રહેતા લોકો માટે અમંગળ સાબિત થયો. વાસ્તવમાં અહીં તંત્ર દ્વારા ૨૦૦૦ થી વધુ પોલીસકર્મીઓના કાફલા સાથે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. જેનુ સીધુ મોનિટરિંગ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.

Govt to launch helpline for drug complaints

આ તરફ હવે મેગા ડિમોલિશનની કામગીરી પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, અલકાયદાના સહયોગી અને ૪ બાંગ્લાદેશી પકડાયા ત્યાં ડિમોલિશનની કાર્યવાહી કરાઇ છે. આ સાથે સંઘવીએ કહ્યું કે, ૧-૧ ઈંચ જગ્યા અમે ખાલી કરાવીશું.

Chandola Lake Clearing: Ahmedabad's Big Push Against Alleged Bangladeshi  Residents—IN PICS

રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી મોટું નિવેદન આપતા કહ્યું કે, અમે એ જગ્યાએ કાર્યવાહી કરી છે, જ્યાંથી અલકાયદાના સહયોગી અને ૪ બાંગ્લાદેશી પકડાયા છે. તેમણે ઉમેર્યું કે, ઘૂસણખોરો પકાડાયા તે વિસ્તારમાં ડિમોલિશન કરાયું છે. આ સાથે તેમણે કહ્યું કે, જ્યાં સૌથી વધુ ડ્રગ્સ કાર્ટલ પકડાયું, ત્યાં ડિમોલિશન કરાયું છે. હર્ષ સંઘવી ભારપૂર્વક જણાવ્યું હતું કે, ૧-૧ ઈંચ જગ્યા અમે ખાલી કરાવીશું. આ સાથે તેમણે ઉમેર્યું કે, માનવતાને ધ્યાને રાખીને કામ કરવામાં આવશે. મહત્વનું છે કે, ડિમોલિશનની કામગીરી કરાતા સવા લાખ ચો.મીટર જગ્યા ખાલી થઈ છે.

મેટ્રોસિટી અમદાવાદમાં આજે પણ ડિમોલિશન કાર્યવાહી યથાવત રહેનાર છે. વિગતો મુજબ ગઇકાલ બાદ આજે પણ અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલીશનની કામગીરી શરૂ થશે. મહત્વનું છે કે, ૩૦ એપ્રિલ અને ૧ મે હજુ ૨ દિવસ દબાણ દૂર કરાશે. વિગતો મુજબ આજે બીજા દિવસે પણ ગેરકાયદેસર બાંધકામ તોડી પડાશે. મહત્વનું છે કે, ગઈકાલ સુધીમાં ૬૦ % કામગીરી પૂર્ણ થઈ છે તો અત્યાર સુધીમાં ૨૦૦૦ ઝુંપડાએ દૂર કરાયા છે. મહત્વનું છે કે, આ કાર્યવાહી દરમિયાન તંત્રએ ૧ લાખ સ્કવેર મીટર જમીન ખુલ્લી કરાવી છે.

The Chandola lake, which became the center of pressure, was divided into  three parts | Sandesh
Akshay Tritiya PNG Picture, Akshay Tritiya Religious Festival Of India  Celebration Design, Akshaya Tritiya, Akshaya Tritiya In Hindi, Happy PNG  Image For Free Download

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *