અખાત્રીજ પર સોના ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે. આમ એક દિવસમાં સોનું ૩૧ % અને ચાંદી ૧૩ % મોંઘી થઇ છે. જાણો આજના સોના ચાંદીના લેટેસ્ટ ભાવ.
અખાત્રીજ પર સોના ચાંદી સસ્તા થયા છે. વૈશ્વિક બજાર અને સ્થાનિક વાયદા બજારમાં ભાવ ઘટવાથી હાજર બજારમાં પણ સોના ચાંદીના ભાવ નોંધપાત્ર ઘટ્યા છે. અખાત્રીજ પર સ્થાનિક ઝવેરી બજારમાં સોનામાં ૧,૦૦૦ અને ચાંદી માં ૨,૦૦૦ રૂપિયાનો કડાકો બોલાયો છે. હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા પર સોનું ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે. જાણો આજના ૨૪ કેરેટ અને ૨૩ કેરેટ સોનાના ભાવ.
અખાત્રીજ પર લોકોને સસ્તુ સોનું ખરીદવાની તક મળે છે. અમદાવાદના ઝવેરી બજારમાં સોનામાં ૧,૦૦૦ રૂપિયાનો કડાકો બોલાયો હતો. આમ ૨૪ કેરેટ ૯૯.૯ શુદ્ધ સોનાનો ૧૦ ગ્રામનો ભાવ ૯૮,૦૦૦ રૂપિયા થયો છે. જ્યારે તેના આગલા દિવસે સોનાનો ભાવ ૯૯,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતો. તો ૨૩ કેરેટ ૯૯.૫ શુદ્ધ સોનાનો ૯૭,૭૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયો છે. તો સોનાના હોલમાર્ક દાગીનાનો ભાવ ૯૬,૦૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયો છે. હોલમાર્ક સોનું ૨૨ કેરેટનું હોય છે.
અખાત્રીજ પર સોના જેમ ચાંદીમાં પણ કડાકો બોલાયો છે. સ્થાનિક ઝવેરી બજારમાં આજે ચાંદીમાં ૨,૦૦૦ રૂપિયાનો કડાકો બોલાયો હતો. આમ ૧ કિલો ચાંદી ચોરસાની કિંમત ૯૬,૦૦૦ રૂપિયા થઇ હતી. તો રુપું ચાંદીનો ભાવ ૯૫,૮૦૦ રૂપિયા પ્રતિ ૧ કિલો થયો હતો. એક દિવસ પહેલા ચાંદીનો ભાવ ૯૮,૦૦૦ રૂપિયા હતો.
અક્ષય તૃતીયા પર સોનું ચાંદી ખરીદવાની પરંપરા છે. સોના ચાંદીના ભાવા રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા છે. તાજેતરમાં સોના અને ચાંદીના ભાવ ૧ લાખ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટી કુદાવી ગયા હતા. જો કે વૈશ્વિક બજારમાં નરમાઇ અને ઐતિહાસિક ઉંચા ભાવે માંગ ઘટવાથી સોના ચાંદીની કિંમત ઘટી છે. તેમ છતાં ગત વર્ષે અખાત્રીજ પર સોનું ચાંદી ખરીદનારને જબરદસ્ત વળતર મળ્યું છે.
વર્ષ ૨૦૨૫ની અખાત્રીજ પર સોનાનો ભાવ ૯૮,૦૦૦ રૂપિયા અને ચાંદી ૯૬,૦૦૦ રૂપિયા છે. જ્યારે વર્ષ ૨૦૨૪ ની અખાત્રીજ પર સોનાનો ભાવ ૭૫,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદીની કિંમત ૮૫,૦૦૦ રૂપિયા પ્રતિ ૧ કિલો હતી. આમ એક વર્ષમાં સોનું ૨૩,૦૦૦ રૂપિયા મોંઘું થયું છે. તો ચાંદીની કિંમત ૧૧,૦૦૦ રૂપિયા વધી છે. ટકાવારીમાં વાત કરીયે તો સોનામાં ૩૦.૬૬ % અને ચાંદીમાં ૧૩ % રિટર્ન મળ્યું છે.