અમદાવાદ ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા સ્પષ્ટ્રતા કરવામાં આવી છે જેમાં ૨ અને ૩ મેના રોજ વીજ સપ્લાય બંધ રહેવાના દાવાને ભ્રામક ગણાવવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે.. જેમાં કહેવાયું છે કે ૨ અને ૩ મેના રોજ અમદાવાદમાં વીજ સપ્લાય બંધ રહેશે.. અમદાવાદ ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા સ્પષ્ટ્રતા કરવામાં આવી છે જેમાં ૨ અને ૩ મેના રોજ સમગ્ર શહેરમાં વીજ સપ્લાય બંધ રહેવાના દાવાને ભ્રામક ગણાવવામાં આવ્યો છે.. . ટોરેન્ટ કંપનીએ સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ પ્રકારની વીજળી ગુલ થવાનું આયોજન નથી. નિયમિત જાળવણી માટે ચોક્કસ વિસ્તારમાં ફક્ત એક ટ્રાન્સફોર્મર બંધ કરવામાં આવશે. સાથે જ એવું પણ કહેવાયું છે કે જે ટ્રાન્સફોર્મર બંધ કરવામાં આવશે.. તે ટ્રાન્સફોર્મર દ્વારા વીજળી મેળવતા ગ્રાહકોને અસર પહોંચશે. , અને નિયમો અનુસાર તેમને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવી છે.. .જાળવણી લગભગ ત્રણ કલાક ચાલવાની અપેક્ષા છે, અને કામ પૂર્ણ થયા પછી વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવશે તેવી પણ સ્પષ્ટતા કરાઇ છે..
જે વિસ્તારોમાં સવારના ૧૦:૦૦ થી સાંજના ૦૫:૦૦ વાગ્યાસુધી વીજ પુરવઠો બંધ રહી શકે તેમ છે તે વિસ્તારોમાંની જાણકારી લઇએ.
બીબી તળાવ વટવા, નવકાર એમો પ્લાન્ટ-ટીઆર હામજા નગર-ટીઆર, બુદ્ધાન પાર્ક-ટીઆર-૧, અમન પ્લાઝા-સીએસએસ, વિસત રાઇચંદનગર-ટીઆર, મોટેરા સુર્ય શ્રીજ-ટીઆર-૧, ઓઢવ ટર્મિનસ મારૂતિ એસ્ટેટ-પીએમટી, રાયપુર ઝંકાર એપાર્ટ-ટીઆર, રાયપુર-ટીઆર-૧, ઘાટલોડીયા શાયોના પુષ્પ રેસીડેન્સી-એસએસ, શિવરંજની વિમા નગર-એસએસ, રામદેવનગર દ્વારકેશ થલતેજ-સીએસએસ, હાટકેશ્વર ડેપો: રામ રથ-SS, લાંભા એન આઈડીસી-એસઆઈએસ વિસ્તારો સામેલ છે

