સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સામૂહિક આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે એચડીએફસી બેંકના એજન્ટ ભદ્રરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી છે. આ કેસમાં બીજો આરોપી અંકિત પટેલ હજુ ફરાર છે.
દેવાના કારણે પરિવારે ઝેર પીધું હોવાનો ખુલાસો થયો છે,પરિવારમાં ૫ લોકોના મોત થતા ૧૮ દિવસમાં પરિવારનો માળો વિખેરાયો હતો.ઘટનામાં માતા-પિતા સહિત ૩ સંતાનોના થયા મોત. મોહન જુડાળા અને પત્ની કોકીલએ કર્યો હતો આપઘાત.તો ગઈકાલે કોર્ટે ૨ આરોપીઓને આપ્યા હતા જામીન.
ગત ૧૨ એપ્રિલે વડાલીના સગરવાસમાં સગર, તેમની પત્ની કોકિલા અને, બે પુત્રો અને એક પુત્રીએ ઝેરી દવા પીધી હતી. સારવાર દરમિયાન પતિ-પત્ની અને બે પુત્રોનાં મોત થયાં હતાં. પુત્રી કૃષ્ણા ઉર્ફે ભૂમિ હાલ ગાંધીનગરની આસ્થા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઇડર DySP સ્મિત ગોહિલના જણાવ્યા અનુસાર, મૃતક તેમના મિત્ર મહેશ પટેલના ક્રેડિટ કાર્ડ પર 3 લાખની લોન લીધી હતી. એજન્ટ ભદ્રરાજસિંહ હપ્તાની ઉઘરાણી માટે ધમકીઓ આપતો હતો. બીજો આરોપી અંકિત પટેલ વિનુના ઘરેથી ટ્રોલી, કલ્ટી અને ઇલેક્ટ્રિક બાઇક લઈ ગયો હતો.
ઘટનાના દિવસે પરિવારે સ્ટીલના બે ગ્લાસ અને ત્રણ વાટકીમાં ઝેરી દવા પીધી હતી. પુત્રીએ બહાર આવીને બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકોએ ૧૦૮ ને જાણ કરી હતી. પરિવારને પ્રથમ વડાલી આરોગ્ય કેન્દ્ર, પછી ઇડરની પંચમ હોસ્પિટલ અને ત્યારબાદ હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

