ગુજરાતમાં ૫ દિવસ વીજળીના કડાકા અને કરા સાથે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આગામી ૫ દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી ૮ મે, ૨૦૨૫ સુધી કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ૫-૬ મેના રોજ વીજળીના કડાકા-ભડાકા સાથે માવઠું અને પવન ફૂંકાશે. આ સાથે રાજ્યના ૧૨ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની હવમાન વિભાગે ચેતવણી આપી છે. 

Gujarat weather to remain unchanged, Naliya freezes at 4.2°C | Gujarat  weather to remain unchanged Naliya freezes at over 4 degree celcius -  Gujarat Samachar

હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પરનું હવાનું ચક્રવાત હવે દક્ષિણપૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી ૦.૯ કિ.મી. ઉપર છે. આ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે માવઠું પડવાની આગાહી છે. જેમાં આવતીકાલે રવિવારે ( ૪ મે, ૨૦૨૫ ) કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક સ્થળોએ મેઘગર્જના અને પવન ફૂંકાવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. 

IMD predicts monsoon rains over Northwest & Central India in next 2 days-  The Daily Episode Network

રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન વીજળી, પવન ફૂંકાવવાની સાથે કરા પડવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં ૫ – ૬ મે, ૨૦૨૫ ના રોજ કચ્છ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમેરલી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ માવઠા સાથે કરા પડવાની આગાહીને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. 

ગુજરાતમાં 5 દિવસ વીજળીના કડાકા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની ચેતવણી 2 - image

જ્યારે આ બે દિવસ દરમિયાન રાજ્યભરમાં ૫૦-૬૦ કિમી/મી.મી.ની ગતિએ પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદની પડવાની આગાહીને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

Rain in Navratri? Gujarat braces for heavy rainfall with yellow alert | Rain  in Navratri Ahmedabad Gujarat braces for heavy rainfall with yellow alert -  Gujarat Samachar

૭ મે, ૨૦૨૫ ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા અને 8 મેના રોજ અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના અને પવન ફૂંકાવવાની સાથે ભારે કમોસમી વરસાદની આગાહી પગલે હવામાન વિભાગે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *