પહેલગામમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડા અંગે મીડિયા દ્વારા પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે હવે સ્થિતિ સામાન્ય છે. વધુને વધુ લોકોએ અહીં આવવું જોઈએ. લોકોએ ડરવું ન જોઈએ. જો ડર ગયા વો મર ગયા
પહેલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં સિંધુ જળ સંધિનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. સિંધુ નદીના પાણી અંગે પાકિસ્તાનના નેતા અને પૂર્વ મંત્રી બિલાવલ ઝરદારીનું નિવેદન આજે પણ ચર્ચાનો વિષય બનેલું છે. આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે તેઓ નિવેદનો આપતા રહે છે તેમના નિવેદનથી આપણે ચાલી શકીએ નહીં અમે પોતે ઈચ્છીએ છીએ કે સિંધુ જળ સંધિ પર ફરીથી વિચાર કરવામાં આવે.
અનંતનાગમાં મીડિયા સાથે વાત કરતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે જ્યાં સુધી આ સિંધુ જળ સંધિની વાત છે, અમે ક્યારથી કહી રહ્યા છીએ કે આ સંધિ પર ફરીથી વિચાર કરવો પડશે. આપણે પોતે પણ મુશ્કેલીમાં છીએ અને તેનાથી વંચિત છીએ. અમે એમ નથી કહેતા કે આપણે તેમનું પાણી બંધ કરી દેવું જોઈએ, પરંતુ અમે કહીએ છીએ કે આપણો પણ અધિકાર છે.
આજે જમ્મુમાં તમે જુઓ છો કે પાણીની સૌથી મોટી તંગી છે અને અમે તેમના માટે ચિનાબથી પાણી લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિશ્વ બેંકે અમને મદદ કરી ન હતી અને કહ્યું હતું કે તે સિંધુ જળ સંધિ હેઠળ આવે છે.