જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી

ઓમર અબ્દુલ્લાએ પીએમ મોદી વચ્ચે બેઠકમાં તાજેતરના પહેલગામ હુમલા અને તે પછી ઉભી થયેલી સુરક્ષા પરિસ્થિતિ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

J&K Chief Minister Omar Abdullah Meets PM Narendra Modi In Delhi

પહેલાગામ હુમલા બાદ હવે દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી PM મોદી સાથે આ તેમની પહેલી મુલાકાત છે. એવું માનવામાં આવે છે કે, આ બેઠકમાં તાજેતરના પહેલગામ હુમલા અને તે પછી ઉભી થયેલી સુરક્ષા પરિસ્થિતિ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

Omar Abdullah meets PM Modi in Delhi – Statetimes

આ બેઠક પહેલા નેશનલ કોન્ફરન્સ (NC) સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓમર અબ્દુલ્લા કેન્દ્ર સરકારના કોઈપણ નિર્ણયમાં ખાસ કરીને પહેલગામ હુમલાનો બદલો લેવા અને દેશની સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર તરફથી સંપૂર્ણ સહયોગની વડા પ્રધાનને ખાતરી આપશે. નોંધનિય છે કે, ઓમર અબ્દુલ્લા અને PM મોદીની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા પડકારો વધી રહ્યા છે અને કેન્દ્ર સરકારે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો છે.

Omar Abdullah meets Modi and Rajnath Singh, seeks support for J-K statehood  | India News - The Indian Express

અગાઉ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ (JKN) ના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ આ હુમલાની નિંદા કરી હતી અને લોકોને આતંકવાદ સામે એક થવા અપીલ કરી હતી. તેમણે કહ્યું, ‘હુમલામાં સામેલ લોકો માનવતાના દુશ્મન છે, તેઓ નર્કમાં સડી જશે.’ સિંધુ જળ સંધિનો પુનરોચ્ચાર થવો જોઈએ. ફારુક અબ્દુલ્લા પહેલગામ હુમલામાં માર્યા ગયેલા આદિલ હુસૈન શાહના ઘરે ગયા અને પરિવારને મળ્યા અને શ્રદ્ધાંજલિ આપી. આદિલ પોની રાઈડ ઓપરેટર તરીકે કામ કરતો હતો. આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ૨૬ લોકોમાં આદિલનો પણ સમાવેશ થતો હતો. આદિલ સિવાય બધા પ્રવાસી હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *