અમેરિકામાં અચાનક પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે, જેમાં પાયલટનું મોત નિપજ્યું છે. પ્લેન ક્રેશ થયા બાદ તે બે ઘરોની છત પર પડ્યું, જેના કારણે ઘરમાંથી પણ ધુમાડો ઉઠવા લાગ્યો હતો. ઘટનાની ફાયરબ્રિગેડના ૪૦ થી વધુ કર્મચારી ઘટાનસ્થળે પહોંચ્યા હતાં અને અનેક કલાકોની ભારે જહેમત બાદ તેમણે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, પ્લેન ક્રેશ થવાના કારણે ઘરનો એક મોટો ભાગ ધ્વસ્ત થઈ ગયો હતો.
પ્લેન ક્રેશ થવાની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ તુરંત હરકતમાં આવી હતી. પોલીસે જે ગલીમાં વિમાન ક્રેશ થઈને પડ્યું તે ગલીને પોલીસે બ્લોક કરી દીધી હતી અને સામાન્ય લોકોનું અવન-જવન બંધ કરી દીધું હતું. આ સાથે લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી હતી.
આ અકસ્માત કેલિફોર્નિયાની સિમી ઘાટીમાં થયો હતો, જે લૉસ એન્જિલસથી ફક્ત ૮૦ કિલોમીટરની દૂરી પર છે. આ ઘટનાના અનેક ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યાં છે, જેમાં એક ઘરમાંથી ભયાનક ધુમાડો જોવા મળ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરના વિભાગના કર્મચારી તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. ૪૦ થી વધારે કર્મચારીઓએ અનેક કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે. ફાયર વિભાગે આ ઘટના વિશે વાત કરતાં જણાવ્યું કે, બંને ઘરમાં રહેતા લોકોને સુરક્ષિત ઘરની બહાર કાઢી લેવામાં આવ્યા છે. તમામ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને કોઈ પણ ઈજાગ્રસ્ત નથી થયું. જોકે, ઘરને ઘણું નુકસાન થયું છે. આગ લાગવાના કારણે ઘરનો એક મોટો ભાગ બળી ગયો છે.
