બાળકને શિસ્તતા શીખવવા માટે ૩ પેરેન્ટિંગ ટીપ્સ

બાળકોને શિસ્ત શીખવવી ખૂબ જ જરૂરી છે. પરંતુ તે માટે તમારે માર મારવા કે બૂમો પાડવાને બદલે યોગ્ય પદ્ધતિઓ અપનાવવી જોઈએ. અહીં ૩ પેરેન્ટિંગ ટીપ્સ આપી છે, જે બાળકના ઉછેરમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

I'm afraid to discipline my kid... - Kiddy123.com

બાળકનો ઉછેર કરવા માટે માતાપિતાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કારણ કે તમામ માતા-પિતા ઇચ્છે છે કે તેમના બાળકો સંસ્કારી બને. બાળકોને તેમના સારા ભવિષ્ય માટે શિસ્તબદ્ધ બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. બાળપણમાં શીખવવામાં આવતા પાઠો જીવનભર કામમાં આવે છે. બધા બાળકોની આદતો એકબીજાથી બિલકુલ અલગ હોય છે. હા, પરંતુ બાળકોમાં એક વસ્તુ સામાન્ય છે તે છે તેમનું તોફાનીપણું, જીદ અને ગુસ્સો.

How to discipline children – FindAuPair | Blog

ઘણી વખત માતા-પિતા બાળકોને શિષ્ટાચાર શીખવવા માટે બૂમો પાડવાનું કે જોરજોરથી મારવા લાગે છે. આ વાત તદ્દન ખોટી છે. કારણ કે બાળકોને મારવાથી, બૂમો પાડવાથી કે સજા કરવાથી બાળકો ખૂબ જિદ્દી બની જાય છે. જો તમે બાળકોને મારવા કે બૂમો પાડ્યા વગર શિષ્ટાચાર શીખવવા માંગો છો, તો તમારે ૩ મહત્વપૂર્ણ પગલાંને અનુસરવું જોઈએ. ડો.મોબીને આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને આ માહિતી આપી હતી. એક્સપર્ટ પાસેથી જાણીએ કે તે ૩ મહત્વના સ્ટેપ્સ શું છે.

How Nannies Can Respond to Disrespectful Children | eNannySource

સ્ટેપ ૧: જો બાળક જીદ કરે તો ક્યારેય તાત્કાલિક પ્રતિક્રિયા ન આપો. જ્યારે બાળકો શેતાની કાર્યો કરે છે ત્યારે માતાપિતા હંમેશાં ધૈર્ય ગુમાવે છે. આ તમારી સૌથી મોટી ભૂલ હોઈ શકે છે. કારણ કે તમે રિએક્ટ કરશો તો બાળક ફરી રિએક્ટ કરશે. આ એક સાયકલ બની જાય છે. એટલે જ્યારે પણ બાળક જીદ કે ગુસ્સો કરે ત્યારે થોડી વાર થોભી જાવ. તમારા જવાબમાં ૨૦ મિનિટનો વિલંબ કરો. શાંતથી જવાબ આપો. તેનાથી બાળકના ઈમોશનલ મગજને પણ સેટલ થવાની તક મળશે. તમે પરિસ્થિતિને વધુ સારી રીતે સંભાળવામાં પણ સમર્થ હશો.

Helping Kids Develop Self-Control

સ્ટેપ ૨: તમારા બાળકની પ્રતિક્રિયાઓને વ્યક્તિગત રીતે ન લેવી. તેની પ્રતિક્રિયા તમારા માટે નથી. સૌથી પહેલાં તો એ જાણવાનો પ્રયત્ન કરો કે તેની જીદ કે ગેરવર્તન પાછળનું કારણ શું છે? તણાવ કે કોઇ દબાણના કારણે બાળક આ બધુ નથી કરી રહ્યું. અથવા બાળકને કોઈ વાતને લઈને ગુસ્સો કેમ આવે છે તેના તમામ કારણો જાણવાની કોશિશ કરો.

Anger Busters for Kids - Focus on the Family

સ્ટેપ ૩: બાળક માટે સીમાઓ નક્કી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ તમારે તે પ્રેમથી કરવું પડશે. તેથી તમારી જાતને શાંત રહો અને પછી તેને નિયંત્રિત કરો. બાળકને કહો કે તેની ભાવનાઓ સાચી છે પરંતુ તેની રીત અને ટોન ખોટા છે. બાળકને પોતાને વ્યક્ત કરવાની સાચી રીત શું છે તે જાણવું જોઈએ. કારણ કે બાળકો ખોટા નથી હોતા, તેમની પદ્ધતિઓ ખોટી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *