વક્ફ મુદ્દે ફરી સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરશે

કેન્દ્ર સરકાર દ્વારા વક્ફ કાયદામાં સુધારા કરવામાં આવ્યા હતા, જેની સામે સુપ્રીમ કોર્ટમાં ૭૨ જેટલી અરજીઓ થઇ છે. આ અરજીઓમાંથી કેટલીક અરજીઓની સુનાવણી ચાલી રહી છે. સોમવારે સુપ્રીમ કોર્ટ ફરી સુનાવણી કરવા જઇ રહી છે.

Muslim Bodies, Oppn Leaders Reach SC Against Waqf Amendment Act; CJI Khanna  To Consider Listing Case For Expeditious Hearing

આ પહેલા ૧૭ એપ્રિલના રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ખાતરી આપી હતી કે સુપ્રીમના આદેશને ધ્યાનમાં રાખીને આગામી સુનાવણી સુધી વક્ફ કાયદામાં કરાયેલા કેટલાક સુધારાઓનો અમલ નહીં કરવામાં આવે. જે બાદ કેન્દ્ર સરકારે એક સોગંદનામુ રજુ કર્યું હતું જેમાં આ તમામ સુધારાઓનો બચાવ કર્યો હતો.

Fresh plea in SC challenges validity of Waqf (Amendment) Act, 2025 - The  Economic Times

જે સુધારાઓને અટકાવાયા છે તેમાં વક્ફ બાય યૂઝર, અગાઉથી નોંધાયેલ વક્ફ સંપત્તિ કે પછી નોટિફિકેશન દ્વારા વક્ફ જાહેર કરાયેલી સંપત્તિનું ફરી નોટિફિકેશન નહીં થાય કે તેમાં કોઇ હાલ દખલ નહીં અપાય.  સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે ૧૩૩૨ પેજનું વિસ્તૃત સોગંદનામુ દાખલ કર્યું છે અને કહ્યું છે કે વક્ફ કાયદામાં સુધારા સામેની તમામ અરજીઓ ફગાવવામાં આવે, કેમ કે આ કાયદામાં કોઇ જ વાંધાજનક સુધારો નથી કરાયો, કોઇ પણ ધર્મને ઠેસ પહોંચે તેવી જોગવાઇ નથી.

Waqf Amendment Bill Passed In Parliament, Can Create Disputes For 73,000  Properties - NewsX World

વક્ફ બાય યૂઝર સંપત્તિનું રજિસ્ટ્રેશન કરાવવું હાલ ફરજિયાત નથી કર્યું પરંતુ તે તો વર્ષોથી ફરજિયાત છે. સાથે કેન્દ્રએ કહ્યું હતું કે વક્ફની સંપત્તિ વર્ષ ૨૦૧૩ બાદ બમણી થઇ ગઇ છે. કાયદામાં સુધારો આ સંપત્તિની યોગ્ય રીતે દેખરેખ થાય તેને ધ્યાનમાં રાખી કરાયો છે. હવે સુપ્રીમ કોર્ટ સોમવારે આ મામલે આગળની સુનાવણી હાથ ધરશે.

SC to hear petitions challenging Waqf Act on April 16: Communal unrest  erupts in WB's Murshidabad, 22 arrested; know about the key arguments on  the law | Bhaskar English

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *