ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી) દ્વારા ફેબ્રુઆરી મહિનાના અંતમાં લેવામાં આવેલી એચએસસી બોર્ડની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે ૫ તરીખને સોમવારે જાહેર થવાનું છે. આ સાથે જ ગુજકેટ ૨૦૨૫ ની પરીક્ષાનું પરિણામ પર જાહેર કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી) દ્વારા ફેબ્રુઆરી મહિનાના અંતમાં લેવામાં આવેલી એચએસસી બોર્ડની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે ૫ તરીખને સોમવારે જાહેર થવાનું છે. આ સાથે જ ગુજકેટ ૨૦૨૫ ની પરીક્ષાનું પરિણામ પર જાહેર કરવામાં આવશે. આ સંદર્ભે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ મૂકીને જાણકારી આપી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી મહિનાના અંતમાં લેવાયેલી ધોરણ ૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે સોમવારે સોમવારે પરિણામ જાહેર થવાનું છે. જેની જાણકારી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી હતી.
જેમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં લેવાયેલી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-૨૦૨૫ અને સંસ્કૃત માધ્યમની પરીક્ષાનું પરિણામે આવતીકાલે 5મી મેના રોજ સવારે સાડા ૧૦ વાગ્યે જાહેર કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર ૫ મી મે સોમવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે પરિણામ મૂકવામાં આવશે. આ માટે વિદ્યાર્થીઓ વેબસાઈટ પર
પણ પોતાનું પરિણામ ચેક કરી શકે છે. આ માટે વિદ્યાર્થીએ પોતાનો સીટ નંબર દાખલ કરવાનો રહેશે અને રિઝલ્ટ સ્ક્રિન ઉપરજોવા મળી જશે.
સ્કૂલમાંથી માર્કશીટ મેળવવા અંગે પછીથી જાહેરાત કરવામાં આવશે.
આ રીતે સ્ટેપ બાય સ્ટેપ રિઝલ્ટ ચેક કરો
- gseb.org વેબ સાઈટ પર જાવ
- ત્યાં હોમ પેજ પર પરિણામ ઑપ્શન દેખાશે, તે સિલેક્ટ કરો
- હવે એચએસસી પરિણામ ૨૦૨૫ વિકલ્પ દેખાશે,
- તેમાં તમારો પ્રવાહ સિલેક્ટ કરીને ક્લિક કરવાનું રહેશે
- જે બાદ ૬ આંકડાનો તમારો સીટ નંબર એડ કરીને ગો પર ક્લિક કરો
- હવે તમારું પરિણામ સ્ક્રિન પર દેખાશે.
- જેનો તમે સ્ક્રીનશૉટ લઈ શકો છો