મોકડ્રીલના આદેશ: દેશભરમાં વાગશે સાયરન

Air Raid Sirens France Used During Stock Photo 662164 | Shutterstock

જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધ અને પરમાણુ હુમલાની ધમકીઓ આપવામાં આવી રહી છે. એવામાં કેન્દ્રીય ગૃહ વિભાગે અનેક રાજ્યોને આગામી સાતમી મેએ મોકડ્રીલ કરવા આદેશ આપ્યા છે. આ મોકડ્રીલમાં નાગરિકોને હવાઈ હુમલાથી બચવાની શીખ આપવામાં આવી છે. નોંધનીય છે કે આવી મોકડ્રીલ છેલ્લી વર્ષ ૧૯૭૧ માં યોજાઇ હતી જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. 

Tornado Siren GIF - Tornado Siren - Discover & Share GIFs

મોકડ્રીલમાં શું શું કરવામાં આવશે? 

હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવશે

નાગરિકો અને વિદ્યાર્થીઓને હુમલાની સ્થિતિમાં બચવા માટે ટ્રેનિંગ આપવામાં આવશે

બ્લેકઆઉટ કરવામાં આવશે 

લોકોને નિકાળવા માટેની યોજના અને તેની પ્રેક્ટિસ કરાવવામાં આવશે

મહત્ત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોને છુપાવવા માટે પ્રયાસ કરાશે

ભારત સરકારની મોકડ્રીલ કરવા સુચના | Instructions to conduct mock drills of the Government of India

નોંધનીય છે કે કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ ૨૬ સહેલાણીઓની ગોળી મારીને હત્યા કરી હતી. જે બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. વડાપ્રધાન મોદી તથા કેન્દ્રીય નેતાઓએ આતંકવાદીઓને કડકમાં કડક સજા આપીશું તેવી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે સિંધુ સંધિ કરાર પર રોક, પાકિસ્તાનીઓના વિઝા રદ, એરસ્પેસ તથા વેપાર બંધ કરવા જેવા અનેક નિર્ણયો લીધા છે.

દેશભરમાં સાઈરન વાગશે, રાજ્યોને મોક ડ્રીલનો આદેશ: નાગરિકોને હુમલાથી બચવાની ટ્રેનિંગ અપાશે 1 - image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *