ગુજરાતમાં આવતીકાલે સાંજે બ્લેક આઉટ મોકડ્રીલ

ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થી 8 વાગ્યા સુધી યોજાશે મોક ડ્રીલ, 7:30 વાગ્યે લાઈટો બંધ કરવાની રહેશે: હર્ષ સંઘવી 1 - image

ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે, ‘આવતીકાલે સાંજે ૦૭:૩૦ થી ૦૮:૦૦ કલાક દરમિયાન બ્લેક આઉટ મોકડ્રીલ યોજાશે, સાયરન અને બ્લેક આઉટ બાબતે લોકોને સજાગ, ઘરો અને ઓફિસની લાઈટો બંધ કરવાની રહેશે’

બ્લેક આઉટ સમયે નાગરિકોએ શું કરવું? ઘરો, ઓફિસો અને વાહનોમાં તમામ લાઇટ બંધ કરવી, લિફ્ટનો ઉપયોગ ના કરવો, જાણીલો ઉપયોગી માહિતી 1 - image

પહેલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે યુદ્ધની પરિસ્થિતની ધ્યાને રાખી તમામ રાજ્યોને ‘સિવિલ ડીફેન્સ મોક ડ્રીલ’ યોજવાના નિર્દેશ આપ્યા છે. આ જ ક્રમમાં ગુજરાત સરકાર દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં આવતીકાલે મોક ડ્રીલ વખતે કંઈ કંઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે મહત્ત્વની માહિતી અપાઈ છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ચીફ સેક્રેટરી પંકજ જોશી, ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં તમામ જિલ્લાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં મોક ડ્રીલની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં જીઇબી, અગ્નિશામક, વન, પીડબ્લ્યુડી, તબીબી, હોમગાર્ડ, મહેસૂલ, કલેક્ટર અને પોલીસ ડીપાર્ટમેન્ટ, મ્યુનિશિપલ કમિશ્નર જેવા વિવિધ વિભાગની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. સરકારના જણાવ્યા મુજબ ગુજરાતના ૧૮ જિલ્લાઓમાં આવતીકાલે (૭ મે, ૨૦૨૫) સાંજે ૦૪:૦૦ થી ૦૮:૦૦ વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે. આ અંગે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી કે, ૦૭:૩૦ થી ૦૮:૦૦ વાગ્યા સુધી બ્લેકઆઉટ થશે. સાઇરન અને બ્લેક આઉટ બાબતે લોકોને સજાગ કરાશે. આ અંગે સંપૂર્ણ માર્ગદર્શિકા સિવિલ ડિફેન્સ અને મહેસુલ વિભાગ દ્વારા બનાવાઈ છે.  

Gujarati News Today: Latest News Today in Gujarati from Gujarat and India

મોક ડ્રીલ વખતે આ બાબતોનું રાખવું ધ્યાન

News And Articles GIFs - Find & Share on GIPHY

  • ચેતવણી આપવામાં આવે ત્યારે નાગરિકોએ સતર્ક રહી બે પ્રકારના સાયરનને સમજવા જોઈએ. જેમાં (૧) વોર્નિંગ સિગ્નલ: સંભવિત હવાઈ હુમલાનો સંકેત આપતો લાંબો સાયરન વાગશે. (૨) ઓલ ક્લીયર સિગ્નલ: ટૂંકો અને સ્થિર સાયરન જે ખતરો પસાર થઈ ગયો છે, તે દર્શાવે છે.
  • કોઈપણ પ્રકારની ઈમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક નાગરિક પ્રતિભાવ તરીકે તમામ બાહ્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરી વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગ નાગરિકોને સહાય કરવી જોઈએ. આ ઉપરાંત લિફ્ટનો ઉપયોગ ટાળવો જોઈએ તથા સ્થળાંતર સમયે સીડીનો ઉપયોગ કરવો જોઈએ.
  • આવતીકાલે (૭ મે) રાજ્યમાં સાંજે ૦૭:૩૦ થી ૦૮:૦૦ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ સમયે અડધો કલાક માટે બ્લેકઆઉટ રહેશે, જે દરમિયાન ઘરો, ઓફિસો અને વાહનોમાં તમામ લાઇટ બંધ કરો અથવા ઢાંકી દો. પ્રકાશ લીકેજ અટકાવવા માટે બ્લેકઆઉટ પડદા અથવા ભારે કાપડનો ઉપયોગ કરો. બારીઓ પાસે મોબાઇલ ફોન અથવા ફ્લેશલાઇટનો ઉપયોગ કરવાનું ટાળો.
  • નાગરિક સંરક્ષણ અધિકારીઓ તરફથી રેડિયો અથવા જાહેરાતો દ્વારા સત્તાવાર સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરો, અફવાઓ કે ખોટી માહિતી ફેલાવવી નહીં તથા જેઓ પ્રક્રિયાઓથી અજાણ છે તેવા પડોશીઓને મદદ અને માર્ગદર્શન આપો.

મોક ડ્રીલ વખતે રાખવામાં આવતી તકેદારીની માહિતી આપવાની સાથે ગૃહરાજ્યમંત્રીએ તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે કે, ‘આ મોક ડ્રીલ એ માત્ર સતર્કતા અને પૂર્વ તૈયારી રૂપે થવાની છે, તેથી કોઈએ ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી.’ તેમણે જે જિલ્લાઓમાં મોક ડ્રીલ થવાની છે તેની વિગતો આપતાં કહ્યું કે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરુચ (અંકલેશ્વર), તાપી (કાકરાપાર), સુરત, ભાવનગર, જામનગર, દેવભૂમી દ્વારકા (ઓખા, વાડીનાર), કચ્છ-પૂર્વ (ગાંધીધામ), કચ્છ-પશ્ચીમ (ભુજ, નલીયા) ઉપરાંત પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ અને મોરબી એમ કુલ-૧૮ જિલ્લાઓમાં મોક ડ્રીલ થશે.

What would you do if war sirens suddenly started to sound loudly or a blackout occurred?

ગૃહરાજ્યમંત્રીએ મોક ડ્રીલ વખતે અન્ય પ્રક્રિયાઓની પણ આપી માહિતી

ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થી 8 વાગ્યા સુધી યોજાશે મોક ડ્રીલ, 7:30 વાગ્યે લાઈટો બંધ કરવાની રહેશે: હર્ષ સંઘવી | Gujarat 7 may 2025 Mock drill and ...

  • સિવિલ ડિફેન્સના સામાન્ય સિદ્ધાંતો અનુસાર કુલ ૧૨ વિવિધ પ્રકારની સેવાઓ છે, જે આ પ્રકારની પરિસ્થિતિમાં સક્રિયપણે ભાગ લેશે, જેમાં સીવીલ ડીફેન્સના પ્રશિક્ષિત વોર્ડન/સ્વયંસેવકોનો સમાવેશ થાય છે.
  • ઇન્ડિયન એર ફોર્સે હોટલાઇન દ્વારા સિવિલ ડિફેન્સને ગુપ્ત સંદેશ મોકલ્યો
  • સિવિલ ડિફેન્સ/જાગૃત નાગરિકો સાયરન/એસએમએસ દ્વારા નાગરિકોને પ્રથમ પ્રતિભાવ આપનાર તરીકે મદદ કરે છે.
  • સિવિલ ડિફેન્સ જાગૃત નાગરિકો એસએમએસ દ્વારા નાગરિકોને હવાઈ હુમલાની માહિતી આપશે.
  • ફાયર ફાઇટર નાગરિકોને સ્થળ પરથી બહાર કાઢવામાં મદદ કરે છે અને તબીબી ટીમ દ્વારા ફિલ્ડમાં સારવાર આપવામાં આવે છે.
  • PWD કાટમાળ અને જર્જરિત ઇમારતો દૂર કરવામાં અને સ્થળ સાફ કરવામાં મદદ કરે છે.
  • વન વિભાગનો સ્ટાફ યુદ્ધ સ્થળોએથી પ્રાણીઓને બહાર કાઢવાની કામગીરી કરે છે.
  • પોલીસની મદદમાં રહી હોમગાર્ડ કાયદો અને વ્યવસ્થા જાળવશે.
  • મહેસૂલ અધિકારીઓ દેખરેખ રાખશે.
  • એકંદર સ્થિતિમાં જિલ્લા કલેકટરની દેખરેખ હેઠળ સમગ્ર કાર્યવાહી કરવામાં આવે છે.
  • પોલીસ ખાતાએ આવી પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની હોય છે.
  • વિદ્યાર્થીઓ સહિત સામાન્ય પ્રજાને સિવિલ ડિફેન્સ, એસડીઆરએફ અને એસઆરપી દ્વારા સંવેદનશીલ બનાવવાની અને જાગૃતિ વિસ્તૃત કરવાની દિશામાં તાલીમ આપવામાં આવશે.
  • ગામનાં સરપંચોને પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.

Mock drill in 11 districts of Haryana tomorrow: 20 places in Punjab, also in Chandigarh; previously held in 1971 - Punjab News | Bhaskar English

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *