કાશ્મીરમાં સર્ચ દરમિયાન તપાસ એજન્સીઓને શું મળ્યું ?

પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ દરમિયાન અત્યાર સુધીમાં કાશ્મીરમાં આતંકીઓના છુપાવાના ૭૦ સ્થળ એટલે મોટા ખાડા મળી આવ્યા છે . આ બધા છુપાવાનાં સ્થળો ઊંચા ટેકરીઓ અને જંગલોમાં પકડાયેલા છે. આતંકવાદીઓના ઠેકાણાના ચિત્રો પણ સામે આવ્યા છે. આ બધાજ સ્થળોને ધ્વસ્ત કરી દેવાયા છે . ઓઢવા માટેની રજાઈ અને ચોખાની ગુણૉ સહિતનો સામાન પણ મળ્યો છે .

Pahalgam Terror Attack LIVE Photos Video Update | પહેલગામ આતંકવાદી હુમલાની  તપાસ NIA કરશે: સુરક્ષા દળોએ કાશ્મીરમાં 7 આતંકવાદીઓના ઘર તોડી પાડ્યા; ઈરાનના  ...

મોટાભાગના છુપાવાનાં સ્થળો ડુંગરાળ જંગલોમાં ખાડો ખોદીને અને તેને લાકડા અને પાંદડાઓથી ઢાંકીને તૈયાર કરવામાં આવતા હતા. આતંકવાદીઓએ ગેરમાર્ગે દોરવા માટે, ઝાડ નીચે ખડકો વચ્ચે છુપાવાના સ્થળો બનાવ્યા હતા. હજુ પણ સર્ચ ચાલુ જ છે અને વધુ કેટલાક આવા સ્થળો મળી શકે છે . આમ પાકના કાવતરાન પર્દાફાશ પણ થી શકે છે.

ઘણા છુપાવાનાં સ્થળોએ એક મહિનાનું રાશન પણ સંગ્રહિત મળી આવ્યું હતું. તપાસ દરમિયાન છુપાવાના સ્થળની અંદર ચોખાની બોરીઓ પણ મળી આવી હતી. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, કેટલાક છુપાવા સ્થળોએ ખાડા અને રજાઇ પણ રાખવામાં આવી હતી.

The perpetrators of the Pahalgam terror attack will not be able to escape  now, NIA found important clues in the investigation

તપાસ એજન્સીઓ દ્વારા આ બધા છુપાયેલા સ્થળોનો નાશ કરવામાં આવ્યો છે. ઓવરગ્રાઉન્ડ વર્કર દ્વારા આપવામાં આવેલી માહિતી બાદ આ છુપાવાના સ્થળોનો પર્દાફાશ થયો હતો. દક્ષિણ અને ઉત્તર કાશ્મીરના પહાડી અને જંગલી વિસ્તારોમાં સેના, સીઆરપી અને જમ્મુ-કાશ્મીર પોલીસનું સર્ચ ઓપરેશન સતત ચાલી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *