આવતીકાલ એટલે ૦૮/૦૫/૨૦૨૫ ના રોજ ધોરણ ૧૦ નું પરિણામ જાહેર થશે, સવારે ૦૮:૦૦ વાગ્યે બોર્ડની વેબસાઈટ પરિણામ જોઈ શકાશે…
ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધો.૧૦ નું આવતીકાલે પરિણામ જાહેર થશે. સવારે ૦૮:૦૦ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધોરણ દસનું પરિણામ મુકવામાં આવશે. અત્રે જણાવીએ કે, અંદાજે ધોરણ-૧૯ માં ૮,૯૨,૮૮૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવ્યું છે કે, ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં યોજાયેલ માધ્યમિક શાળાં પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આવતીકાલે સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(સીટ નંબર) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર ૬૩૫૭૩૦૦૮૭૧ પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસ.આર. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-૨૦૨૫ ના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.
પરિણામ કેવી રીતે તપાસવું
- સ્ટેપ ૧- પરિણામ જોવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
- સ્ટેપ ૨- વેબસાઈટ પર જીએસઈબી એચએસસી પરિણામ ૨૦૨૩ અથવા જીએસઈબી એચએસસી પરિણામ ૨૦૨૫ લિંક પર ક્લિક કરો.
- સ્ટેપ ૩- સીટ નંબર દાખલ કરો.
- સ્ટેપ ૪- તે પછી સબમિટ કરો બટન પર ક્લિક કરો.
- સ્ટેપ ૫- જીએસઈબી પરિણામ ૨૯૨૫ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
- સ્ટેપ ૬- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.