રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત

ArtStation - VIVO IPL 2016 Promo- Rohit Sharma

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી તાત્કાલિક અસરથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રોહિતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેણે ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા આ નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે ભારતીય ટેસ્ટ ટીમ નવા કેપ્ટન સાથે ઇંગ્લેન્ડ પ્રવાસ પર જશે. જો કે, હજુ સુધી નવા કેપ્ટન અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. રોહિત શર્માને ટેસ્ટ મેચોમાં રમવા અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. રોહિત ટી-૨૦ માંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. જોકે, રોહિત શર્મા વનડેમાં રમવાનું ચાલુ રાખશે.

Rohit Sharma GIFs | GIFDB.com

રોહિતે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને આ અંગે કહ્યું કે, ‘હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું.

Rohit Sharma

ટેસ્ટ ક્રિકેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. વર્ષોથી મળેલા પ્રેમ અને સમર્થન બદલ આભાર. હું વનડે ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો રહીશ.’

Inside story of 'Operation Sindoor', RAW gave 21 targets | 'ઓપરેશન  સિંદૂર'ની ઇન્સાઇડ સ્ટોરી, RAWએ 21 ટાર્ગેટ આપ્યા: 3જીએ પ્લાનિંગ, 5મીએ  મંજૂરી; ઓપરેશનમાં સામેલ અધિકારી 4 ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *