https://divya-b.in/NC8Vhrrolfb
દિલ્હીના બુદ્ધ વિહાર વિસ્તારમાં એક યુવકે આડાસંબંધની શંકાએ તેની પત્નીની જાહેરમાં હત્યા કર્યાની ઘટના સામે આવી છે. હરિશ નામના યુવકને તેની પત્ની પર શંકા હતી કે, તેના અન્ય યુવક સાથે સંબંધ છે. જેને લીધે યુવક ગુસ્સે થયો અને જાહેરમાં 15 ચાકૂના ઘા મારી તેની પત્નીની હત્યા કરી નાખી. આ દરમિયાન લોકો તમાશો જોતાં રહ્યાં પણ, મહિલાને કોઈએ બચાવી નહીં. મહત્ત્વનું છે કે, આ ઘટનાની જાણ કરતાં પોલીસે નરાધમ યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.