ગુજરાત બોર્ડ ધો.૧૦ નું પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના બોર્ડની ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં યોજાયેલ ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ આજે રોજ સવારે જાહેર કરવામાં આવ્યું હતું.

Gujarat Board Class 10 result 2024 declared: 82.56% students pass, girls  outperform boys - India Today

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કર્યા બાદ આજે ૮ મે ૨૦૨૫, ગુરુવારના રોજ ધોરણ ૧૦ નું પરિણામ જાહેર કર્યું છે. ગુજરાત બોર્ડનું ધોરણ ૧૦ નું ૮૩.૦૮ % પરિણામ નોંધાયું છે.

Gujarat Board Class 12 result declared: General stream passes at 93.07%,  Science at 83.51%; girls surpass boys by 4.45% - Gujarat News | Bhaskar  English

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના બોર્ડની ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં યોજાયેલ ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ આજે તારીખ ૦૮/૦૫/૨૦૨૫ ને ગુરુવારના રોજ સવારે જાહેર કરવામાં આવ્યું હતું.

ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કરેલી માહિતી પ્રમાણે આ પરીક્ષામાં કૂલ ૭૬૨૪૮૫ નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૭૪૬૮૮૯૨ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. અને ૬૨૦૫૩૨ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ ૮૩.૦૮ ટકા નોંધાયું છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે ૮૨૩૧૩ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી ૭૮૬૧૩ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી ૨૫૩૫૭ પરીક્ષાર્થીઓ સફર થતાં તેઓનું પરિણામ ૩૨.૨૬ % નોંધાયું છે.

આ ઉપરાંત GSOS પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કૂલ ૧૯૯૨૫ પરીક્ષાર્થીઓ પૈકી ૧૮૫૫૩ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ૫૦૪૩ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા તેઓનું પરિણામ ૨૭.૧૮ % નોંધાયું છે.

બોર્ડે જાહેર કરેલા પરિણામમાં સૌથી વધારે પરિણામ સાથે બનાસકાંઠાએ બાજી મારી હતી. બનાસકાંઠા જિલ્લામાં રાજ્યનું સૌથી વધુ ૮૯.૨૯ % પરિણામ નોંધાયું હતું. ગત વર્ષે ગાંધીનગર જિલ્લામાં ૮૭.૨૨ % સૌથી વધારે પરિણામ નોંધાયું હતું. જ્યારે રાજ્યમાં સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા રહ્યો હતો. ખેડામાં ૭૨.૫૫ % પરિણામ નોંધાયું હતું.

ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કરેલી પરિણામની માહિતી પ્રમાણે ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં લેવાયેલી ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં રાજ્યની ૧૫૭૪ શાળાઓએ ૧૦૦ % પરિણામ મેળવ્યું છે. આ વર્ષે આવી શાળાઓમાં વધારો થયો છે ગત વર્ષે ૧૦૦ % પરિણામ ધરાવતી ૧૩૮૦ શાળાઓ નોંધાયી હતી. આ વર્ષે ૩૦ % કરતા ઓછું પરિણઆમ ધરાવતી શાળાઓની સંખ્યામાં ઘટાડો થતાં ૨૦૧ શાળાઓ નોધાઈ છે. જે ગત વર્ષ ૨૬૪ હતી. આ ઉપરાંત ગુજરાતની ૪૫ શાળાઓ એવી છે જેનું 0 શુન્ય પરિણામ આવ્યું છે.

ગુજરાત બોર્ડ ધો.૧૦ પરિણામમાં ફરીથી વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. નિયમિત વિદ્યાર્થીનીઓએ ૮૭.૨૪ % પરિણામ સાથે અવલ્લ રહી હતી. જ્યારે નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ ૭૯.૫૬ % નોંધાયું હતું. પુનરાવર્તિત વિદ્યાર્થીઓનું ૩૦.૩૫ % પરિણામ રહ્યું હતું. જ્યારે પુનરાવર્તિત વિદ્યાર્થીનીઓનું પરિણામ ૩૬.૭૯ % રહ્યું હતું.

બોર્ડે આપેલી માહિતી પ્રમાણે આ વખતના ધોરણ ૧૦ ના પરિણામમાં અંગ્રેજી માધ્યમના નિયમિત પરીક્ષાર્થીઓનું ૯૨.૫૮ % પરિણામ, ગુજરાતી માધ્યમના નિયમિત પરીક્ષાર્થીઓનું ૮૧.૭૦ % પરિણામ જ્યારે હિન્દી માધ્યમના નિયમિત પરીક્ષાર્થીઓનું ૭૬.૪૭ % પરિણામ નોંધાયું હતું.

માધ્યમ પરિણામ(%)
ગુજરાતી ૮૧.૭૯
હિન્દી ૭૬.૪૭
મરાઠી ૭૭.૬૧
અંગ્રેજી ૯૨.૫૮
ઉર્દુ ૮૦.૯૯
ઓરિયા ૮૮.૨૮

Operation Sindoor Women Officers Colonel Sofia Qureshi And Wing Commander  Vyomika Singh | ऑपरेशन सिंदूर- महिला अधिकाऱ्यांचे प्रेस ब्रीफिंग: कर्नल  सोफिया कुरेशी लष्करी संवाद तज्ञ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *