ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે ઘર્ષણ વધ્યું છે. આ વચ્ચે પાકિસ્તાન તરફથી ફરી એકવાર હુમલાનો પ્રયાસ કરાયો છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, પાકિસ્તાને જમ્મુ એરસ્ટ્રિપ, પંજાબ અને રાજસ્થાનમાં ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યો છે. જમ્મુમાં પાકિસ્તાન તરફથી કરાયેલા ડ્રોન હુમલા કરાયા, જો કે ભારતીય સેનાએ દુશ્મન દેશના તમામ ડ્રોન તોડી પાડ્યા છે. સાંબામાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર કરાઈ રહ્યો છે. જેને જોતા જમ્મુમાં એલર્ટ જાહેર કરાયું છે અને આખા જમ્મુમાં બ્લેક આઉટ કરાયું છે અને સાયરન વગાડવામાં આવ્યા છે. આ સાથે એર ડિફેન્સ સિસ્ટમ પણ એક્ટિવ કરી દેવાઈ છે. હાલ, જમ્મુ કાશ્મીરમાં મોબાઈલ નેટવર્ક કામ નથી કરી રહ્યા. અહીંના લોકોને ઘરમાં રહેવાની અપીલ કરાઈ છે. આ અંગે પૂર્વ ડીજીપી એસપી વૈદ્ય દ્વારા માહિતી આપવામાં આવી છે. બીજી તરફ પાકિસ્તાને પોતાના મોટા એરપોર્ટ બંધ કરી દીધા છે. ગુજરાતના કચ્છ ભુજમાં પણ બ્લેક આઉટ જાહેર કરાયું છે.


