પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે, ત્યારે પાકિસ્તાને ગુરુવારે (૮ મે, ૨૦૨૫) જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સેના સ્ટેશનો પર મિસાઈલ-ડ્રોન વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પાકિસ્તાની મિસાઈલ અને ડ્રોનને આકાશ પર જ તોડી પાડવામાં આવ્યા હતા. જો કે આ હુમલામાં કોઈ પણ પ્રકારે ભારતને નુકસાન ન થયું હોવાનું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે તેવું જણાવવામાં આવ્યું હતું. 

Operation Sindoor Live Updates: India foils Pakistani missile-drone attacks  on Jammu, Punjab, Rajasthan - India Today

રક્ષા મંત્રાલયે કહ્યું કે, ‘આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરના સેનાના સ્ટેશનોને પાકિસ્તાની મિસાઈલ અને ડ્રોને નિશાનો બનાવ્યો હતો. પરંતુ તમામ મિસાઈલ હવામાં જ નિષ્ક્રિય કરી દેવાઈ હતી. જેમાં કોઈ  પણ પ્રકારે ભારતમાં નુકસાન થયુ ન હતું. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓ અનુસાર તમામ જોખમોનો નાશ કરવામાં આવ્યો હતો.’ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે ૮ મેની સાંજે પઠાણકોટ, અમૃતસર, જલંધર, હોશિયારપુર, મોહાલી અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ સહિત પંજાબના અનેક જિલ્લાઓમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું 

Operation Sindoor Live: दिल्ली में इंडिया गेट एहतियातन कराया गया खाली,  जम्मू-कश्मीर-पजांब से लेकर राजस्थान तक ब्लैक आउट,दिल्ली ए | Live  Dainik-Latest & Live News in Hindi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *