અમેરિકાના ઉપ પ્રમુખ જે.ડી.વેન્સ: “અમે યુદ્ધમાં સામેલ નથી થવાના”

ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની સ્થિતિ વચ્ચે અમેરિકાના ઉપ પ્રમુખ જે.ડી.વેન્સે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે અમેરિકા બંને દેશો વચ્ચેના યુદ્ધમાં સામેલ નહીં થાય. અમારે યુદ્ધ સાથે કોઈ લેવા દેવા નથી. એક ટીવી ઈન્ટરવ્યૂમાં જે.ડી.વેન્સે આ નિવેદન આપ્યું હતું. 

Pope Sends Deputy to Lecture Vance on Compassion at Vatican

અમેરિકા ભારત અને પાકિસ્તાનને નિયંત્રિત કરી શકે છે પરંતુ અમારો પ્રયાસ એ છે કે બંને પરમાણુ શક્તિ ધરાવતા દેશો તણાવ ઘટાડવા પ્રયાસ કરે. જ્યારે વેન્સને સવાલ કરાયો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત પરમાણુ યુદ્ધ અંગે અમેરિકા કેટલી હદે ચિંતિત છે? તો તેમણે જવાબમાં કહ્યું કે અમને ચિંતા એ વાતની છે કે બંને દેશો પરમાણુ સક્ષમ છે અને તેમણે સંઘર્ષ ટાળવો જોઈએ. કોઈ મોટી લડાઈથી બચવું જોઇએ.  

All India Radio News
@airnewsalerts
U.S. Vice President JD Vance says the United States is concerned about the recent escalation between India and Pakistan but will not intervene, calling it “fundamentally none of our business and has nothing to do with America’s ability to control it” #JDVance adds that while the U.S. will continue to urge both nations to de-escalate and pursue diplomatic channels, it cannot dictate actions to either side. “The U.S. wants de-escalation as quickly as possible and hopes the conflict does not evolve into a broader regional war”.

વેન્સે કહ્યું કે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને વિદેશ મંત્રી માર્કો રુબિયો બંને ઈચ્છે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં ઘટાડો થાય. ભારત પાકિસ્તાનની ફરિયાદ કરે છે અને પાકિસ્તાન એનો જવાબ આપી રહ્યો છે પણ અમે બંનેને તણાવ ઘટાડવા પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે યુદ્ધમાં સામેલ થવાના નથી કેમ કે ત્યાં અમારું કોઈ કામ નથી. અમે ન તો પાકિસ્તાન કે ન તો ભારતને હથિયાર નાખી દેવા કહી શકીએ. 

Indian Army Announces Operation Sindoor, Says 'justice Is Served' For  Pahalgam Terror Attack

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *