અબડાસાના નાની ધ્રુફી ગામ પાસે ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું. આજે સવારના ૦૬:૦૦ વાગ્યા આસપાસ ડ્રોન જોવા મળ્યુ હતું, જેને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પડાયું હતું.
ભારત-પાકિસ્તાન સરહદે સ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી છે. કચ્છની સરહદે પાકિસ્તાનનો વધુ એક ડ્રોન હુમલો ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે. અબડાસાના નાની ધ્રુફી ગામ પાસે ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું.
આજે સવારના ૦૬:૦૦ વાગ્યા આસપાસ ડ્રોન જોવા મળ્યુ હતું, જેને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પડાયું હતું.
હાલની સંવેદનશીલ સ્થિતિને જોતા કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા તમામ નાગરિકોને કોઇ જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઇ છે,સાથે જ કોઇપણ જાતની અફવાઓ પર ધ્યાન ન આપવા પણ કહેવાયું છે.
Collector & DM, Kachchh
@collectorkut
તમામ નાગરિકો ઘરની અંદર સુરક્ષિત રહે. બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં અને કોઈ પણ અફવા પર ધ્યાન આપવું નહીં. ગભરાશો નહીં.