દાડમ વિટામીન સી સહિત વિવિધ પોષત તત્વોથી ભરપૂર એક સુપરફૂડ છે. દાડમ ખાવાથી પાચનતંત્ર સુધરે છે અને ત્વચા ચમકદાર બને છે. જાણો દરરોજ એક વાટકી દાડમ ખાવાથી શરીર પર કેવી અસર થાય છે.
ફળ ખાવાથી શરીરને પોષણ અને ઊર્જા મળે છે. જો તમે દિવસની શરૂઆત સ્વસ્થ ફળોથી કરો છો તો તે શરીર માટે સારું છે. સવારે ખાલી પેટ ફળોનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. ખાલી પેટે ફ્રુટ્સ ખાવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે, ઊર્જા વધે છે અને પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. જો તમે દિવસની શરૂઆત ફળોથી કરો છો, તો મેટાબોલિઝમ વધે છે અને ચરબી બર્ન કરવી પણ સરળ છે. જો તમે ફળોમાં દાડમની વાત કરો છો, તો તે એક સુપરફૂડ છે, જેના ચમકદાર દાણા તમને જોતાની સાથે જ આકર્ષિત કરે છે. જો તમે રોજ સવારે ખાલી પેટ એક વાટકી દાડમનું સેવન કરો છો તો ત્વચાનો રંગ દાડમની જેમ ચમકવા લાગે છે. દાડમને આરોગ્યપ્રદ અને પૌષ્ટિક ફળોમાંનું એક માનવામાં આવે છે, પરંતુ શું તેને દરરોજ સવારે ખાવું યોગ્ય છે?
કન્ટેન્ટ ક્રિએટર રચના મોહને જણાવ્યું હતું કે, દાડમના દાણા ખાઇ દિવસની શરૂઆત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. એક વાટકી દાડમ એન્ટીઓકિસડન્ટો, વિટામિન અને પોષક તત્વોનું પાવરહાઉસ છે, એમ એક નિષ્ણાત કહે છે. પેટ માટે વરદાનરૂપ છે આ ફળ, પાચનશક્તિ નબળી હોય તેવા લોકો જો આ ફળને રોજ ખાય તો તેમનું પાચનતંત્ર સ્વસ્થ રહે છે. આવો એક્સપર્ટ પાસેથી જાણીએ કે રોજ સવારે ખાલી પેટ દાડમનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે
દરરોજ એક વાટકી દાડમ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને શરીરને રોગોથી બચાવે છે. વિટામિન સીથી ભરપૂર દાડમનું સેવન કરવાથી શરદી, ખાંસી અને સંક્રમણથી બચાવે છે.
ત્વચા ચમકદાર બનશે
હૈદરાબાદની યશોદા હૉસ્પિટલ્સના કન્સલ્ટન્ટ જનરલ ફિઝિશ્યન ઍન્ડ ડાયાબિટીઝ સ્પેશ્યલિસ્ટ ડૉ. રંગા સંતોષ કુમાર કહે છે કે, શક્તિશાળી ઍન્ટિઓક્સિડન્ટ્સ, ખાસ કરીને પ્યુનિકલગિન્સ અને એન્થોસાયનિનથી સમૃદ્ધ દાડમ શરીરને ફ્રી રેડિકલ ડેમેજ અને ઑક્સિડન્ટ સ્ટ્રેસથી બચાવે છે. એન્ટિઓક્સિડેન્ટના ગુણોથી ભરપૂર આ ફળ ત્વચા પર જાદુઈ અસર કરે છે. તેના સેવનથી ત્વચાનો રંગ વધે છે અને ત્વચા ચમકદાર થવા લાગે છે.
પાચન તંત્રમાં સુધારો
ફાઇબરથી ભરપૂર આ ફળનું સેવન કરવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે. આ ફળ પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જે લોકોને કબજિયાત, પાચનની તકલીફ હોય છે તે યોગ્ય નથી, આવા લોકો જો રોજ એક વાટકી દાડમનું સેવન કરે તો તેમને ફાયદો થશે.
બળતરા અને સોજામાં રાહત
દાડમમાં હાજર પોલિફેનોલ્સ શક્તિશાળી એન્ટીઓકિસડન્ટો તરીકે કાર્ય કરે છે. તેનું સેવન કરવાથી બળતરા કંટ્રોલમાં રહે છે. આ ફળો કોષોને નુકસાનથી બચાવે છે. તેના રસનું સેવન કરવાથી લોહીના પ્રવાહમાં સુધારો થઈ શકે છે. તેના એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ધમનીઓમાં કોલેસ્ટ્રોલના નિર્માણને રોકવામાં મદદ કરે છે.
હૃદય સ્વસ્થ રાખશે
દરરોજ સવારે દાડમનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ સુધરે છે. આ ફળ બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરે છે, ધમનીઓમાં ચરબીને એકઠી થતી અટકાવે છે અને હૃદયની તંદુરસ્તી સુધારે છે. આ ફળ સંપૂર્ણપણે હૃદયને અનુકૂળ છે.