હવે ક્યારેય પાકિસ્તાન નહીં જઈએ

રડી પડ્યા હતા પીએસએલ રમવા ગયેલા વિદેશી ખેલાડીઓ.

Pakistan Super League Live Cricket Scores, News, Stats, Schedules, Results,  Highlights, Photos, Videos – NDTV Sports

ભારત સાથે વધતા તણાવ વચ્ચે અઠમી મેના રોજ પાકિસ્તાનમાં રમાઈ રહેલી પાકિસ્તાન સુપર લીગ (PSL) પીએસએલને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ દરમિયાન દરેક લોકો પાકિસ્તાનમાં હાજર વિદેશી ખેલાડીઓની સુરક્ષા અંગે ચિંતિત હતા. તે ખેલાડીઓના મનમાં શું ચાલી રહ્યું હતું અને તે દરમિયાન શું બન્યું? આ અંગે PSL ૨૦૨૫ માં લાહોર કલંદર્સ તરફથી રમનાર બાંગ્લાદેશી ખેલાડી ​​રિશાદ હુસૈને એક મોટો ઘટસ્ફોટ કર્યો છે.

PSL2025 - Search / X

દુબઈ પહોંચ્યા પછી પત્રકારો સાથે વાત કરતા રિશાદ હુસૈને કહ્યું કે, ‘ટીમના અન્ય વિદેશી ખેલાડીઓ જેમ કે સેમ બિલિંગ્સ, ડેરિલ મિશેલ, કુસલ પરેરા, ડેવિડ વીઝ, ટોમ કુરન ખૂબ ડરી ગયા હતા. દુબઈ ઉતર્યા પછી, ડેરિલ મિશેલે કહ્યું હતું કે, હવે હું ક્યારેય પાકિસ્તાન નહીં જાઉં. ખાસ કરીને આવી પરિસ્થિતિમાં. એકંદરે બધા ડરી ગયા હતા.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *