વડોદરાના સયાજીબાગ પાર્કમાં મુલાકાતીઓની સુરક્ષામાં બેદરકારીની આ પહેલી ઘટના નથી. ઓક્ટોબર ૨૦૨૩ માં ચાર બાળકોની ૪૨ વર્ષીય માતા ટ્રેનમાં કપડા ફસાઇ જતા અડફેટે આવી ગઈ હતી. આ ઘટના બાદ મહિલાનો જમણો હાથ કાપી નાખવો પડ્યો હતો.
ગુજરાતના વડોદરાના સયાજીબાગમાં ફરવા આવેલી ચાર વર્ષની બાળકીનું શનિવારે સાંજે બગીચામાં જોય ટ્રેનની અડફેટે આવી જવાથી મોત થયું હતું. અકસ્માત કર્યા બાદ જો ટ્રેનનો ડ્રાઈવર ભાગી ગયો હતો. આ દુઃખદ ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એ તપાસ માટે જોય ટ્રેન સેવા સ્થગિત કરી દીધી હતી.
શનિવારે સાંજે ૦૬:૦૦ વાગેની આસપાસ ખાતિમ પઠાણ તેના પરિવાર સાથે ગેટ ૨ કોમન એન્ટ્રીથી સયાજીબાગના બગીચામાં આવ્યા ત્યારે આ અકસ્માત થયો હતો. તેઓ બગીચામાં પ્રવેશતા સીધા જ જોય ટ્રેનના પાટા પર આવી જાય છે. પઠાણ પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, ખાતિમ જોય ટ્રેનની નજીક હોવાથી તેના પૈડા નીચે ખેચાઈ ગઈ. બાળકીને તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.