પીએમ મોદી: હવે પીઓકે પર જ વાત થશે

ભારતપાકિસ્તાન વચ્ચે તણાવ અને ૭ મેથી ૧૦ મે સુધી ચાલેલી સૈન્ય ગતિવિધિઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને સંબંધોન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારતીય સેનાએ પાકિસ્તાનને આપેલા જડબાતોડ જવાબ, ઓપરેશન સિંદૂરની સફળતા અને પીઓકે પર વાત કહી હતી. આ દરમિયાન તેમણે સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે, હવે પાકિસ્તાન સાથે માત્ર આતંકવાદ અને પીઓકે પર જ વાત થશે.

Anti-terror NMFT conference: PM Modi takes veiled dig at Pakistan

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘તાજેતરમાં જ દેશનું સામાર્થ્ય અને સંયન બંને જોવા મળ્યા. હું સૌથી પહેલા દેશની સેનાઓ, ગુપ્તચર એજન્સીઓ અને વિજ્ઞાનીઓને સલામ કરું છું. આપણા વીર સૈનિકોએ ઓપરેશન સિંદૂરના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે વિરતા દેખાડી. આતંકવાદી હુમલા બાદ આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે તમામ નાગરિકો, તમામ વર્ગો અને તમામ રાજકીય પક્ષો એક સ્વરે ઉભા થયા. અમે ભારતીય સેનાને આતંકવાદીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવા માટે તમામ ખુલ્લી છૂટ આપી દીધી.’

Does PM Modi Fear Death? His Thought-Provoking Answer

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂરને ભારતની તમામ દિકરીઓ, બહેનો અને માતા નામે પાર પડાયું. પહલગામમાં રજાઓ માણી રહેલા દેશવાસીઓને ધર્મ પૂછીને મારવામાં આવ્યા, જે દેશને તોડવાનો નિંદનીય પ્રયાસ હતો. ભારતની સેનાઓએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓને ટ્રેનિંગ સેન્ટરોને ચોક્કસ પ્રહાર કર્યા છે. આતંકવાદીઓએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે, ભારત આટલું મોટો નિર્ણય લેશે. જ્યારે દેશ એક થાય છે, દેશ પહેલાની ભાવના ઉભી થાય છે અને રાષ્ટ્ર સર્વોપરી થાય છે, ત્યારે કડક નિર્ણયો લેવામાં આવે છે અને પરિણામ પણ દેખાડવામાં આવે છે.’

Did Pakistan beg for ceasefire or did India back off?: Why the attacks  suddenly stopped—5 theories that reveal the truth | Bhaskar English

‘ઓપરેશન સિંદૂર ન્યાયનો અખંડ સંકલ્પ છે. આતંકવાદીઓ અને તેમના આકાઓએ સિંદૂરને દૂર કરવાની કિંમત સમજી લીધી છે. ભારતીય દળોએ પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ અને તેમના તાલીમ કેન્દ્રો પર ચોક્કસ હુમલો કર્યો છે. આતંકવાદીઓએ સ્વપ્નમાં પણ કલ્પના કરી ન હતી કે ભારત આટલો મોટો નિર્ણય લઈ શકે છે. દુનિયામાં જ્યાં પણ મોટા હુમલા થયા છે, તે બધા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ સાથે જોડાયેલા છે. બહાવલપુર અને મુરીદકે વૈશ્વિક આતંકવાદની યુનિવર્સિટીઓ રહી છે.’

Opinion | Modi's Magnificent Kashmir: Peace, Progress, and Pride - The  Global Kashmir

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘પાકિસ્તાને આતંકવાદ વિરુદ્ધ સાથ આપવાના બદલે ભારતને નિશાન બનાવ્યું. પાકિસ્તાને ભારત પર જ હુમલો કર્યો. પાકિસ્તાને મંદિરો, ગુરુદ્વારા પર હુમલો કરવા લાગ્યો. ભારતે પાકિસ્તાના ડ્રોનને પત્તાની જેમ ઉડાવી દીધો.’

How did the 4-day 'near-war' go – let's ask some tough questions - The  Times of India

‘ભારતે કાર્યવાહી કરતા પાકિસ્તાન ઘોર નિશામાં પડી ગયું હતું, હતાશ થઈ ગયું હતું અને ગભરાઈ ગયું હતું. ભારતે જવાબી કાર્યવાહી કરી. ભારતે પાકિસ્તાનને એટલું નુકસાન પહોંચાડ્યું કે, તે તેની કોઈ કલ્પના જ નહીં કરી શકે. તેથી જ તેઓ બચવાના રસ્તાઓ શોધી રહ્યા છે, વિશ્વભરને વિનંતી કરી રહ્યું હતું. પાકિસ્તાની સેનાએ 10મી મેએ આપણી સેનાનો સંપર્ક કર્યો, જોકે ત્યાં સુધીમાં આપણી સેનાએ આતંકવાદને મોટું નુકસાન પહોંચી દીધું હતું.

Operation Sindoor: India's missile strikes in Pakistan level Nur Khan  airbase, leaves huge crater in Rahim Yar Khan Airbase | India News - The  Times of India

અમે અમારી બદલાની કાર્યવાહી હાલ પૂરતી મુલતવી રાખી છે. આગામી દિવસોમાં આપણે જોઈશું કે પાકિસ્તાન કેવું વલણ અપનાવે છે. ભારતની ત્રણેય સેનાઓ અને બીએસએફ એલર્ટ પર છે. સર્જિકલ અને હવાઈ હુમલા પછી આતંકવાદ સામે ઓપરેશન ભારતની નીતિ છે. જો ભારત પર આતંકવાદી હુમલો થશે, તો યોગ્ય જવાબ અપાશે. અમે અમારી પોતાની શરતો પર જવાબ આપીશું. અમે દરેક જગ્યાએ કાર્યવાહી કરીશું જ્યાં આતંકવાદના મૂળ ઉભરી આવશે. ભારત કોઈપણ પરમાણુ બ્લેકમેલને સહન કરશે નહીં. ભારત ચોકસાઈ અને નિર્ણાયકતા સાથે હુમલો કરશે. અમે આતંકવાદને સમર્થન આપતી સરકાર અને આતંકવાદના માસ્ટર્સને અલગથી જોશું નહીં.

Operation Sindoor: India's New Deterrence Playbook

તેમણે કહ્યું કે, ‘હવે પાકિસ્તાન સાથે વાત થશે તો આતંકવાદ પર થશે, જો પાકિસ્તાન સાથે વાત થશે તો પીઓકે પર થશે. અમે યુદ્ધના મેદાનમાં તમામ વખતે પાકિસ્તાનને ધૂળ ચટાવી છે. આપણે આપણી ક્ષમતાઓનું શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ઓપરેશન દરમિયાન મેડ ઈન ઈન્ડિયા હથિયારોએ પોતાને સાબિત કર્યા છે, જે દુનિયા જોઈ રહી છે. આપણી સૌથી મોટી તાકાત એ છે કે આપણે બધા આતંકવાદના તમામ સ્વરૂપો સામે એક થઈને રહીએ છીએ. આ યુદ્ધનો યુગ નથી પણ આ આતંકવાદનો યુગ પણ નથી. આતંકવાદ સામે ઝીરો ટોલરેન્સ એ એક સારા વિશ્વની ગેરંટી છે. પાકિસ્તાની સેનાએ અને સરકારે આતંકવાદને પ્રોત્સાહન આપી રહી છે, જોકે તેઓ એક દિવસે પાકિસ્તાનને જ સમાપ્ત કરી દેશે. જો પાકિસ્તાને બચવું જ છે, તો તેણે આતંકવાદીના ઢાચાનો સફાયો કરવો પડશે. આના સિવાય શાંતિનો બીજો કોઈ રસ્તો નથી. આતંક અને વાતો એકસાથે ન થઈ શકે. આતંક અને ટ્રેડ એક સાથે ન ચાલી શકે. પાણી અને લોહી પણ એક સાથે ન વહી શકે.’

India Pakistan Military Targets; IAF Army Navy Forces | Operation Sindoor |  એર સ્ટ્રાઇક પર એરમાર્શલે કહ્યું, 'ભય બિનુ પ્રીત ન હોય': ચીનની મિસાઇલો  નિષ્ફળ રહી, તુર્કીનાં ડ્રોન ...

આ પહેલા આજે બપોરે ભારતીય સેનાની ત્રણેય પાંખના ડીજીઓએ ઓપરેશન સિંદૂર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલા તુર્કીયે ડ્રોન અને ચીનની મિસાઇલોને નષ્ટ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાનના અન્ય ડ્રોનને અમારા શોલ્ડર ફાયર હથિયારો વડે નિષ્ફળ બનાવવામાં આવ્યા હતાં. બીએસએફ જવાનો પણ અમારા આ અભિયાનમાં મજબૂતપણે જોડાયા હતા. તેઓની મદદથી પાકિસ્તાનની નાપાક હરકતોનો સામનો કરી શક્યા. ભારતીય નૌસેનાએ પણ એટલો જ સહકાર આપ્યો છે. અમે સતત સર્વેલન્સના આધારે પાકિસ્તાનની હિલચાલ પર નજર રાખતા રહ્યા. ભારતીય સેનાની ત્રણેય પાંખોની છાવણીઓ, એરફિલ્ડ, ડિફેન્સ યુનિટ સુરક્ષિત છે. તે આગળ જરૂર પડી તો કાર્યવાહી કરવા સક્ષમ છે.

પહલગામ આતંકવાદી હુમલા દરમિયાન પીએમ મોદી સાઉદી અરબની મુલાકાતે હતા, જેવા હુમલાના સમાચાર મળ્યા તેવી જ પોતાની યાત્રા અધવચ્ચે છોડી પીએમ મોદી વતન પરત ફર્યા હતા અને હુમલાની વિગતો મેળવી હતી. ત્યારબાદ ભારતીય સેનાની ત્રણેય પાંખોના વડા, સંરક્ષણ મંત્રાલય સાથે મળી સતત બેઠકો યોજી ઓપરેશન સિંદૂરની યોજના બનાવી હતી. આજે સવારે પણ વડાપ્રધાન મોદીએ ભારત-પાકિસ્તાનની સેનાના ડીજી સાથે વાર્તાલાપ કરતાં પહેલાં ઉચ્ચ સ્તરીય બેઠક હાથ ધરી હતી. જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર સામેલ હતા. બેઠકમાં NSA અજિત ડોભાલ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના વડા ઉપસ્થિત રહ્યા હતા.

Destroy the enemy in the sky': India confirms Pakistani Mirage shot down in  Op Sindoor; see wreckage - 'Destroy the enemy in the sky': India confirms  Pakistani Mirage shot down in Op

ભારતીય સેના દ્વારા ૭ મેના રોજ સવારે પાકિસ્તાન અને પીઓંકેમાં આતંકવાદીઓના નવ ઠેકાણાં પર ઓપરેશન સિંદૂર હાથ ધરાયું હતું. જેને મિસાઇલ્સ અને ડ્રોન દ્વારા નષ્ટ કરાયા હતા. જેમાં ૧૦૦ જેટલા આતંકવાદીઓનો સફાયો થયો હોવાનું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ભારતીય સેનાની આ કાર્યવાહી બાદ પાકિસ્તાની સેનાએ ભારતના ૧૫ સૈન્ય સ્થળો પર હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા. 

യുദ്ധം നടത്തിയത് ഭീകരതയ്‌ക്കെതിരെ; ചൈനീസ് നിര്‍മിത മിസൈലുകള്‍ തകര്‍ത്തെന്ന്  ഇന്ത്യൻ സൈന്യം, തത്സമയ വിവരങ്ങള്‍ അറിയാം...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *