IPL 2021:આજે ત્રીજી મેચ કોલકત્તા અને હૈદરાબાદ વચ્ચે, હૈદરાબાદના ટોપ ઓર્ડરમાં ઘણી તકલીફો

IPL 2021માં ત્રીજી મેચ રવિવારે બેવારની ચેમ્પિયન કોલકત્તા નાઇટ રાઇડર્સનો સામનો 2016ની વિજેતા સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ સામે થશે. આ મેચ ચેન્નઈના ચેપક સ્ટેડિયમમાં થશે. હૈદરાબાદના ટોપ ઓર્ડરમાં ઘણી તકલીફો છે. સુકાની ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો અને કેન વિલિયમ્સનમાંથી કોઇ બે જ ખેલાડી રમશે. તેની પણ સંભાવના છે કે રિદ્દીમાન સહા ઈનિંગની શરૂઆત કરી શકે છે. ગત સિઝનની અંતિમ મેચમાં તેણે ઓપનર તરીતે સારી ઈનિંગ રમી હતી.

શાકિબ અલ હસન 2019 બાદથી ટુર્નામેન્ટમાં વાપસી
મનીષ પાંડે અને કેદાર જાધવનો અનુભવ મધ્યમક્રમમાં મહત્વપુર્ણ રહેશે. ઓલરાઉન્ડર વિજય શંકર અને વિન્ડીઝના જેસન હોલ્ડર છે. તો કોલકત્તા પાસે વિસ્પોટક બેટ્સમેન શુભમન ગીલ અને રાહુલ ત્રિપાઠીને બાદ કરતા નીતીશ રાણા, દિનેશ કાર્તિક, આંદ્રે રલેસ અને ઇયોન મોર્ગન છે. બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસન 2019 બાદથી ટુર્નામેન્ટમાં વાપસી કરી રહ્યો છે. પણ કુલદીપ યાદવનું ફોર્મ ચિતાનો વિષય છે. ટીમ પાસે સુનીલ નરેન અને વરૂણ ચક્રવર્તીની મેસ્ટ્રી પણ છે.

ધીમી પિચ માટે હૈદરાબાદની બોલીંગ સારી
​​​​​​​
મુંબઈ અને બેંગલુરુ વચ્ચે ચિદંબરમ સ્ટેડિયમમાં રમાયેલ સિઝનની પહેલી મેચમાં પિચ ધીમી હતી. જેના કારણે બેટ્સમેનો માટે શોર્ટ રમવા માટે સહેલું નહીં હોય. આ મેચમાં પણ પહેલા જેવી જ પિચ હશે તો હૈદરાબાદ પાસે સારા બોલરો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *