મ્યાનમારમાં સેનાએ શાળા પર કરી એરસ્ટ્રાઈક

મ્યાનમારમાં સેનાએ પોતાની જ શાળા પર એરસ્ટ્રાઈક કરી દીધી જેમાં ૨૦ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મોત થયા છે. આ હુમલો સોમવારે સવારે થયો જ્યારે બાળકો શાળામાં ભણી રહ્યા હતા . હુમલામાં ૫૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. સ્થાનિક મીડિયા અનુસાર આ શાળા લોકતંત્ર સમર્થક આંદોલન સાથે જોડાયેલી હતી. મ્યાનમારની સેનાએ આ હુમલાને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.  

Myanmar Junta News,भारत के पड़ोस में स्कूल पर तानाशाह सेना की बमबारी, 17  छात्रों की मौत, 20 से अधिक घायल - myanmar military bombs school killing 17  children injuring 20 - Navbharat Times

મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલેથી ૧૧૫ કિમી દૂર સગાઈંગ વિસ્તારના એક ગામમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. APના અહેવાલ અનુસાર સ્થાનિકોનો દાવો છે કે ફાઇટર જેટ દ્વારા શાળા પર બોમ્બવર્ષા કરાઇ. આસપાસના ત્રણ ઘરોમાં પણ ભારે નુકસાન થયું. 

Bangkok Post - Myanmar junta airstrike kills 22 at school: witnesses

નેશનલ યુનિટી ગવર્નમેન્ટના પ્રવક્તા નાએ ફોન લેટે જણાવ્યું છે કે સેના જાણીજોઇને શાળા, હોસ્પિટલ અને મઠ જેવી જગ્યાઓ પર હુમલા કરે છે. સેના દ્વારા ખોટા દાવા કરવામાં આવે છે કે અહીં બળવાખોરો છૂપાયેલા છે. પરંતુ તેમનો ધ્યેય લોકોને ડરાવીને રાખવાનો છે. 

An airstrike in central Myanmar kills up to 22 people at a bombed school,  reports say | The Independent

મ્યાનમારની સેના પર ઘણીવાર પોતાના જ દેશના નાગરિકો પર એરસ્ટ્રાઈક કરવાનો આરોપ અગાઉ પણ લાગી ચૂક્યો છે. સપ્ટેમ્બર ૨૦૨૨ માં પણ આ જ વિસ્તારમાં એક શાળામાં હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૭ બાળકો સહિત ૧૩ લોકોના મોત થયા હતા. ૨૦૨૩ માં એક સમારોહમાં હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૧૬૦ લોકોના મોત થયા હતા.  

Myanmar Military air strikes at Camp Victoria - Centre for Information  Resilience

Myanmar Military Images – Browse 923 Stock Photos, Vectors, and Video |  Adobe Stock

વર્ષ ૨૦૨૧ માં ફેબ્રુઆરી મહિનામાં મ્યાનમારમાં સેનાએ આંગ સાન સૂની સરકારને ઉથલાવીને સત્તા છીનવી લીધી હતી. તે બાદથી જ સેના સત્તા ટકાવી રાખવા માટે બળવાખોરો વિરુદ્ધ સતત કાર્યવાહી કરે છે. 

PM Narendra Modi LIVE Update; India Pakistan War Ceasefire | Trump Shehbaz  Sharif | PM मोदी बोले- पानी और खून एक साथ नहीं बहेगा: न्यूक्लियर  ब्लैकमेलिंग नहीं सहेंगे; पाकिस्तान के ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *