ભારતે પાકિસ્તાન સામે શરુ કરેલા ઓપરેશન સિંદૂર અને ત્યાર બાદ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા ડ્રોન હુમલાને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૧૮ મી સિઝનની બાકીની મેચ મુલતવી રાખી હતી. હવે બંને દેશો યુદ્ધવિરામ માટે સહમત થયા બાદ હવે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(બીસીસીઆઈ)એ આઈપીએલ ની બાકીની મેચો માટેનું શેડ્યુલ જાહેર કર્યું છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવવામાં આવ્યું કે બીસીસીઆઈ – આઈપીએલ ૨૦૨૫ ફરી શરૂ કરવાની જાહેરાત કરતા આનંદ અનુભવે છે. બાકીની મેચો ૧૭ મેથી શરૂ થશે, ૩ જૂને ફાઇનલ મેચ રમાશે. કુલ 6 સ્થળોએ કુલ ૧૭ મેચ રમાશે. સુધારેલા શેડ્યુલમાં બે ડબલ-હેડરનો સમાવેશ થાય છે, આ મેચો બે રવિવારે રમાશે.
પ્લેઓફ માટેનું શેડ્યૂલ નીચે મુજબ છે:
ક્વોલિફાયર ૧ – ૨૯ મે
એલિમિનેટર – ૩૦ મે
ક્વોલિફાયર ૨ – ૧ જૂન
ફાઇનલ – ૩ જૂન