વિશ્વ સમાચાર તમારા માટે દાંતને ચમકદાર બનાવવાની કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ, જેને તમે ફોલો કરી શકો છો. તેનાથી દાંતને કોઈ નુકસાન નહીં થાય
પીળા દાંતની સમસ્યાથી લોકો ઘણીવાર પરેશાન રહે છે. આનાથી કેટલીકવાર આત્મવિશ્વાસની ઉણપ જોવા મળેછે. લોકો દાંતને સફેદ કરવા માટે વિવિધ પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ કરે છે. ચમકદાર અને સફેદ દાંતથી મુસ્કાન પણ સારી આવે છે. દાંતને સફેદ કરવા માટે લોકો મોંઘાદાટ ટૂથપેસ્ટ, કેમિકલ્સ અને ટ્રીટમેન્ટનો સહારો લે છે, જે ક્યારેક નુકશાનકારક પણ હોઈ શકે છે.
જોકે તમે ઘરે સરળતાથી દાંતને દૂધ જેવા સફેદ કરી શકો છો. આ આર્ટિકલમાં અમે તમારા માટે મોતીની જેમ દાંતને ચમકદાર બનાવવાની કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ, જેને તમે ફોલો કરી શકો છો. તેનાથી દાંતને કોઈ નુકસાન નહીં થાય.
તમે બેકિંગ સોડા અને લીંબુના રસથી તમારા દાંતને સરળતાથી સાફ કરી શકો છો. આ માટે ચપટી બેકિંગ સોડામાં લીંબુના રસના થોડા ટીપાં મિક્સ કરી બ્રશની મદદથી દાંત પર હળવા હાથે ઘસો. તમે તેનો ઉપયોગ અઠવાડિયામાં એકથી બે વખત કરી શકો છો. તેનાથી દાંતની પીળાશ સરળતાથી દૂર થઈ જશે.