જામનગર જિલ્લામાં ૪૮ કલાકમાં ત્રણ હત્યાની ઘટના

જામનગર જિલ્લામાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન હત્યાની ત્રીજી ઘટના બનતાં ભારે હાહાકાર મચી ગયો છે. જામનગર તાલુકાના મૂંગણી ગામ તેમજ જામનગર શહેરમાં હત્યાની બે ઘટના બન્યા બાદ ગુરૂવારે લાલપુર તાલુકાના નાંદુરી ગામમાં હત્યાનો ત્રીજો બનાવ બન્યો છે.

જામનગર જિલ્લામાં 48 કલાકમાં ત્રણ હત્યાની ઘટનાથી હાહાકાર, આરોપી ખેડૂતની  અટકાયત | three murders in 48 hours Jamnagar district accused farmer  arrested - Gujarat Samachar

ઝાડને કાપવાના પ્રશ્ને ઝઘડો થયા બાદ સમાધાન માટે બોલાવેલા ૭૦ વર્ષના ખેડૂત બુઝુર્ગ ઉપર લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો કરી હત્યા નીપજાવી દેવાની ઘટના સામે આવી છે. જે મામલે પોલીસે હત્યા અંગેનો અપરાધ નોંધી એક ખેડૂતની અટકાયત કરી લીધી છે.

જામનગર તાલુકાના મુંગણી ગામમાં બુધવારે હત્યાના બનાવ બન્યા બાદ જામનગરના ગુલાબ નગર બ્રિજ પર ચાલુ ટ્રેનમાંથી એક દિવ્યાંગ યુવકની હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ આજે વધુ એક હત્યાનો ગુનો સામે આવ્યો છે.

જામનગર જિલ્લામાં 48 કલાકમાં ત્રણ હત્યાની ઘટનાથી હાહાકાર, આરોપી ખેડૂતની  અટકાયત | three murders in 48 hours Jamnagar district accused farmer  arrested - Gujarat Samachar

લાલપુર તાલુકાના નાંદુરી ગામના  ૭૦ વર્ષની વયના ખેડૂત બુઝુર્ગ પર હુમલો કરી તેની હત્યા નિપજાવાઈ છે. નાંદુરી ગામમાં રહીને ખેતી કામ કરતા જેતાભાઈ ભીખાભાઇ કરંગીયાને તે જ ગામમાં રહેતા ખીમાભાઈ કરંગીયા સાથે ઝાડને કાપવાના મુદ્દે બે દિવસ પહેલાં તકરાર થઇ હતી.

Elderly farmer killed in acacia tree dispute | બાવળના ઝાડના વિવાદમાં વૃદ્ધ  ખેડૂતની હત્યા: લાલપુરના નાંદુરી ગામમાં સમાધાન બેઠકમાં 70 વર્ષીય ખેડૂત પર  લોખંડના ...

ત્યારબાદ ગુરૂવારે (આજે) સવારે ૦૯:૩૦ વાગ્યાના અરસામાં સમાધાન માટે બોલાવ્યા હતા, જ્યાં ખીમાભાઈ કરંગીયા ઉશ્કેરાઇ ગયો હતો. તેણે ખેડૂત જેતાભાઈ કરંગીયાના માથામાં ધારદાર સળિયા વડે હુમલો કરી દેતાં ગંભીર ઇજાઓ પહોંચતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકના પુત્રએ આરોપી ખીમાભાઇ કરંગીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની અટકાયત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *